Site icon Revoi.in

યુવા મોડેલ એસેમ્બલીનો ગુજરાત પ્રયોગ: CM, મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભા ગૃહના પ્રેક્ષક બન્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યૂરો તથા ધી સ્કૂલ પોસ્ટના ઉપક્રમે યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવેલું છે.

આ મોડેલ યુવા એસેમ્બલીના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબહેન આચાર્ય સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, શાસકપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યો અને વિધાનસભાના દંડક પંકજભાઇ વગેરે પ્રેક્ષક દીર્ઘામાં ગોઠવાયા હતા

સામાન્યતઃ ગૃહમાં બેસીને ચર્ચાઓમાં સહભાગી થતા ગૃહના નેતા ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષા અને મંત્રીઓ તથા ધારાસભ્યઓએ પ્રેક્ષક દીર્ઘામાં બેસીને આ યુવા મોડેલ એસેમ્બલીની પ્રશ્નોત્તરી કાળની કાર્યવાહી નિહાળી હતી.