Site icon Revoi.in

ગુજરાતના ખેડુતોને જુના ભાવે જ રાસાયણિક ખાતર મળશેઃ કેન્દ્રિય મંત્રી માંડવિયાએ કરી જાહેરાત

Social Share

અમદાવાદઃ રાજ્યમાં રાસાયણિક ખાતરના ભાવમાં તેતિંગ વધારો થતા ખેડુતોમાં સરકાર સામે રોષ ફાટી નિકળ્યો છે, ઈફકો કંપનીએ ખાતરમાં કરેલા ભાવ વધારા પછી ચારેબાજુથી હોબાળો મચેલો હતો. ત્યારે આજે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડિવયા દ્વારા ખેડૂતોને ખુશખબર આપવામાં આવી છે. ગુજરાતમાં ખેડૂતોને ખાતરના ભાવમાં કોઈ ભાવ વધારો આપવામાં રહશે નહીં, એટલે કે ખાતરના ભાવમાં કોઈ ભાવ વધારો કરવામાં આવશે નહી. મનસુખ માંડિવયાએ જણાયું હતું કે ગુજરાતના ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળશે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાતર કંપનીઓ સાથેની બેઠકમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયો છે.

ઈફકોએ (IFFCO) તાજેતરમાં DPA ખાતરમાં .700 તેમજ ASPમાં રૂપિયા 375 વધારો કર્યો હતો. જ્યારે NPK ખાતરમાં રૂપિયા 600થી 615 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. આમ ઈફકોએ ખાતરના ભાવમાં વધારો કરતાં ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ઇફકો કંપનીએ ખાતરમાં ખેડૂતો પર ભાવ વધારો ઝીકંવાનો નિર્ણય લીધો હતો, જેમાં DAP ખાતરમાં 1200ની જગ્યાએ 1900 રૂપિયા કરવામાં આવ્યા છે. આમ ડીએપી ખાતરમાં 700નો વધારો કરવામાં આવ્યો છે.

સ્થનિક સ્વરાજની ચૂંટણી ટાણે પણ રાસાયણિક ખાતરના ભાવમાં વધારાની જાહેરાત થઈ હતી પણ તે સમયે રાજ્યના કૃષિમંત્રી ફળદુએ ખાતરના ભાવમાં કોઈજ વધારો કરવામાં આવ્યો નથી અને ખેડુતોને જુના ભાવે જ ખાતર મળી રહેશે તેવી જાહેરાત કરી હતી. એટલે તે સમયે ખેડુતોનો જે વિરોધ થયો હતો તે સમી ગયો હતો ત્યારબાદ ફરીવાર ખાતરના ભાવમાં તોતિંગ વધારો કરાતા ખેડુતોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસે તો આંદોલન કરવાની જાહેરાત પણ કરી દીધી હતી. આ વિરોધને પગલે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ ખાતર કંપનીઓ સાથે ત્વરિત બેઠક કરીને ત્યારબાદ તેમણે જાહેરાત કરી હતી કે, ગુજરાતના ખેડુતોને જુના ભાવે જ ખાતર મળશે. હાલની સ્થિતિને લીધે ભાવ વધારો મુલત્વી રાખવામાં આવ્યો છે.