Site icon Revoi.in

ગુજરાતઃ કાળઝાળ ગરમીને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નોન AC વોર્ડમાં કુલર મુકાયાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ગરમીની વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલે દર્દીઓના હિતાર્થે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોન AC વોર્ડમાં કુલર મુકવામાં આવ્યા છે. વધુમાં અમદાવાદ સિવિલ અને 1200 બેડ હોસ્પિટલમાં રહેલ એ.સી. વોર્ડનો અને બિનઉપયોગી જગ્યાનો મહત્તમ ઉપયોગ થઇ શકે તે પ્રકારનું આયોજન પણ તંત્ર દ્વારા હાથ ધરાયુ છે.

ખાસ કરીને હોસ્પિટલમાં દાખલ બાળકો,વૃધ્ધો સહિતના તમામ દર્દીઓને ગરમીનો સામનો કરવો પડે નહીં તે માટે આ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. બાળકોને 1200 બેડ હોસ્પિટલના 5 પાંચ ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ગાયનેક વિભાગના બધાજ દર્દીઓને D-4 અને D-5 વોર્ડમાં શિફ્ટ કરીને કુલર મુકવામાં આવ્યા છે. ઓ.પી.ડી. વિભાગની અંદર પણ વચ્ચે બેસવાની જે જગ્યા છે તે વેટિંગ એરિયામાં કુલ ચાર જેટલા તેમજ સિવિલના બિન વારસી વોર્ડ અને જુની સિવિલ હોસ્પિટલમા રહેલા તમામ વોર્ડમાં બે-બે કુલર મુકવામાં આવ્યા છે. ટી.બી. વોર્ડમાં પણ કુલ ચાર જેટલા કુલર ઇન્ટોલ કરાયા છે.

હરતી ફરતી પરબ અને વેઇટીંગ એરિયામાં પાણીની વ્યવસ્થાના ના લીધે બને ત્યા સુધી સિવિલ હોસ્પિટલમાં આવનાર દર્દીને લુ ન લાગે તેનું પુરતુ ધ્યાન રખાયું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સમયાંતરે હોસ્પિટલમાં આવતા તમામ દર્દીને વાતાનુકુલિત વાતાવરણ મળા રહે તે પ્રકારનું આયોજન હોસ્પિટલ દ્વારા હાથ ધરાયું છે.

રાજ્યમાં કાળઝાળ ગરમીને પગલે ઈમરજન્સી સેવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો હતો. બીજી તરફ તંત્ર દ્વારા અગમચેતીના પગલા લેવામાં આવી રહ્યાં છે.