અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2002માં ફાટી નીકળેલા કોમી તોફાનોને લઈને બોગસ દસ્તાવેજ અને ફંડની હેરાફેરીમાં પોલીસે અગાઉ કહેવાતી સામાજીક કાર્યકર તીસ્તા સેતલવાડ અને પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી આર.બી.શ્રીકુમારની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરન્ટના આધારે બનાસકાંઠાની જેલમાંથી ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વર્ષ 2002 રમખાણો બાદ સરકારને બદનામ કરવામાં કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ, પૂર્વ ડીઆઇજી શ્રી કુમાર અને પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તીસ્તા સેતલવાડ વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં મેટ્રો કોર્ટેએ તીસ્તા સેતલવાડ અને શ્રી કુમારના એક જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કરાયા હતા, જ્યારે છ દિવસના પોલીસ રિમાન્ડ પૂરા થયા બાદ 2 જુલાઈના રોજ કોર્ટ દ્વારા બંનેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
તેમજ તેમની જામીન અરજીની સુનવણી 15 જુલાઇના રોજ હાથ ધરવામાં આવશે. જેમાં પૂર્વ IPS શ્રી કુમાર અને તીસ્તા સેતલવાડ પર અલગ-અલગ જગ્યા પર ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો આરોપ છે. તેમજ ખોટા દસ્તાવેજો રજૂ કરી અલગ-અલગ કમિશનમાં આપવાનો આરોપ છે. તેમજ NGO મારફતે વિદેશી ભંડોળ મેળવવાનો પણ આરોપ છે. તીસ્તા સેતલવાડ વિરુદ્ધ નોંધાયેલા ગુનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ SIT બનાવી છે. ATSના DIG દિપેન ભદ્રનનાનેતૃત્વમાં SITની રચના કરાઇ છે. આ પ્રકરણમાં પોલીસે સંજીવ ભટ્ટની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળે છે.