Site icon Revoi.in

ગુજરાતઃ ધો-10ના વિદ્યાર્થીઓના મહત્વના વિષયમાં સામાન્ય જ્ઞાન કે તેથી ઓછુ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે શાળા-કોલેજો મહિનાઓ સુધી બંધ રહી હતી. જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું હતું. કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસને ભારે અસર પડી છે. દરમિયાન રાષ્ટ્રીય સર્વેક્ષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યના ધો-10ના વિદ્યાર્થીઓ ગણીત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં નબળા હોવાનું સામે આવ્યું છે. વિજ્ઞાનમાં 96 ટકા વિદ્યાર્થીઓનું જ્ઞાન સામાન્ય કે તેથી નીચું હોવાનું જાણવા મળે છે.

રાષ્ટ્રીય સર્વેક્ષણ અનુસાર, વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓએ દેખાવ સામાન્ય કરતા પણ નબળો રહ્યો છે, જ્યારે 17 ટકા વિદ્યાર્થીઓનું જ્ઞાન સામાન્ય સ્તરનું જ માલુમ પડયું હતું એટલે કુલ 96 ટકા વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં નબળા માલુમ પડયા છે. સામાજીક વિજ્ઞાનમાં 58 ટકા વિદ્યાર્થીઓનું જ્ઞાન સામાન્ય કરતા પણ નીચુ માલુમ પડયુ હતું જયારે 30 ટકાનું જ્ઞાન માત્ર સામાન્ય સ્તરનું હતું. અર્થાત 88 ટકા વિદ્યાર્થીઓને આ વિષયમાં પર્યાપ્ત જ્ઞાન ન હોવાનું માલુમ પડયુ છે. ગણિતમાં 32 ટકા વિદ્યાર્થીઓ પાયાના જ્ઞાન કરતા પણ નબળા હતા જયારે 54 ટકા સામાન્ય સ્તરનું જ્ઞાન ધરાવતા હોવાનું માલુમ પડયું હતું. ગુજરાતમાં વિદ્યાર્થીઓનું  ગણિતમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ પરફોર્મન્સ નબળુ છે. ગણિતમાં રાષ્ટ્રીયસ્તરે 32 ટકા સામે ગુજરાતના વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ 30 ટકા નોંધાયુ હતું.

નેશનલ એચીવમેન્ટ સર્વે દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમના જ્ઞાનની ચકાસણી કરવા દર ત્રણ વર્ષે સર્વે કરવામાં આવે છે. સર્વેમાં એવા પણ તારણો નિકળ્યા હતા કે 98 ટકા બાળકોએ ઓનલાઈન શિક્ષણને બદલે રૂબરૂ પ્રત્યક્ષ શિક્ષણની તરફેણ કરી રહ્યાં છે.

(Photo-File)