ભારતમાં નક્સવાદી પ્રવૃતિઓ ઘટી, 14 વર્ષમાં હિંસના બનાવમાં 73 ટકાનો ઘટાડો
નવી દિલ્હીઃ ભારતમાં નક્સલી પ્રવૃતિઓમાં સતત ઘટાડો થયાનો સરકારે દાવો કર્યો છે. 14 વર્ષમાં ભારતમાં નક્સલવાદીઓ હુમલાની ઘટનાઓમાં 73 ટકાનો ઘટાડો થયો છે. તેમ ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.
લોકસભામાં સાંસદ સતીશ ગૌતમના પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે 2010ની સરખામણીમાં ઉગ્રવાદીઓની હિંસાની ઘટનાઓમાં 73 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે 2010માં થયેલી હિંસામાં 1005 લોકો અને સુરક્ષાકર્મીઓના મોત થયા હતા. જ્યારે 2023માં મૃત્યુઆંક 86 ટકા ઘટીને 138 થયો હતો. 30 જૂન, 2024 સુધીમાં, ઉગ્રવાદની ઘટનાઓમાં 32 ટકા અને મૃત્યુમાં 17 ટકાનો મોટો ઘટાડો થયો છે.
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે નક્સલી હિંસાનો વિસ્તાર પણ ઘણી હદ સુધી ઘટી ગયો છે. 2013 માં, 10 રાજ્યોમાં 126 જિલ્લાઓ ઉગ્રવાદથી પ્રભાવિત હતા. એપ્રિલ 2024 સુધીમાં, નવ રાજ્યોના માત્ર 38 જિલ્લાઓ આ બળવાથી પ્રભાવિત માનવામાં આવે છે. જ્યારે 2010માં 96 જિલ્લાના 465 પોલીસ સ્ટેશનોમાં નક્સલી હિંસાની ઘટના નોંધાઈ હતી. જૂન 2024 સુધીમાં, 30 જિલ્લાના 89 પોલીસ સ્ટેશનોમાંથી ઉગ્રવાદી હિંસાની ઘટના નોંધાઈ હતી.