Site icon Revoi.in

ગુજરાત સરકારે રાવણદહનની આપી મંજૂરી – શરતો સાથે દશેરા પર્વની થશે ઉજવણી

Social Share

 

અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના મહામારીને કારણે અનેક કાર્યક્રમો કે તહેવારોમાં સરકારે થોડી પાબંધિઓ લગાવી છે,જે હેછળ વનરાત્રીમાં પણ માત્ર સેરી ગરબાઓને જ પરવાનગી અપાઈ હતી, જો કે રાજ્ય સરકાર દ્વારા દશેરા પર્વને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દશેરાની ઉજવણી માટે ગુજરાત સરકારે મંજૂરી આપી દીધી છે,દશેરાના પર્વે રાવણદહન કાર્યક્રમ શરતો સાથે કરવામાં આવશે. આ સમગ્ર મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ હંતુ કે, નવરાત્રીની જેમ  જ માત્ર 400 લોકો જેટલી જ મર્યાદીત સંખ્યામાં લોકો આ કાર્યક્મમાં હાજર રહી શકે છે.

મંત્રીએ જણાવ્યું હતું કે  આયોજકોએ મંજૂરી લેવાની સાથે  કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન પણ કરવાનું રહેશે.ઉલ્લેખનીય છે કે દશેરાનો પ્રવે અસત્ય પર સત્યના વિજયનો પર્વ છે, રાવણદહન કરીને બુરાઈનો નાસ કરવાની ભારતીય પરંપરા રહેલી છે જેથી આ પરંપરા જળવાઈ રહે તે માટે આ પરવાનગી આપવામાં આવી છે.

રાવણનો નાશ અટલે કે બુરાઈનો નાશે, રાક્ષસી વૃત્તિને હરાવીને વિજય પ્રાપ્ત કરવાનો આ દિવસ છે જે ઠેર ઠેર મનાવવામાં આવે છે આવતી કાલે દશેરાનો પર્વ હોવાથી અનેક સ્થળોએ રાવળના પુતળા બનાવાની તૈયારીઓ ચાલી રહી છે,આજે નવરાત્રીનું છેલ્લું નોરતુ છે ત્યારે હવે આવતીકાલ માટે દશેરાની તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે.ઠેર ઠેર શહેરોમાં ફાફડા જલેબીના સ્ટલ પાડવામાં આવી ગયા છે, અમદાવાદીઓ સહીત રાજ્યના લોકો આ પર્વ પર ફાફડા અને જલેબી મોટા પ્રમાણમાં ખાતા હોય છે.