ગાંધીનગરઃ રાજ્યમાં રોજબરોજ મોંઘવારી વધતી જાય છે. સાથે સરકારી કર્મચારીઓને પણ પગારમાં ઈન્ક્રિમેન્ટ, મોંઘવારી ભથ્થાને લીઘે દરવર્ષે પગારમાં વધારો થતો હોય છે. પરંતુ સરકારની કચેરીઓમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કોઈ લાભ મળતો નથી. અને કોન્ટ્રાકટરે નક્કી કરેલા ફિક્સ પગરામાં નોકરી કરવી પડે છે. ત્યારે ગુજરાત સરકારે કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓના લઘુત્તમ દૈનિક વેતનમાં વધારો કર્યો છે. રાજ્યના શ્રમ આયુક્તે બહાર પાડેલા જાહેરનામા મુજબ કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓના દૈનિક વેતન હવેથી 474 રૂપિયાથી માંડીને 441 રૂપિયા રહેશે. આ જાહેરનામા અનુસાર આ કર્મચારીઓનો સમાવેશ અગાઉના જાહેરનામામાં રહી ગયો હોવાથી નવેસરથી આ સુધારો કરાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓના લઘુત્તમ દૈનિક વેતનમાં વધારો કર્યો છે. રાજ્યના શ્રમ આયુક્તે બહાર પાડેલા જાહેરનામા મુજબ કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓના દૈનિક વેતન હવેથી 474 રૂપિયાથી માંડીને 441 રૂપિયા રહેશે આ જાહેરનામા અનુસાર મહાનગરો અને પાલિકા વિસ્તારમાં કામ કરતાં કુશળ કર્મચારીઓનું દૈનિક વેતન લઘુત્તમ 474 રૂપિયા જ્યારે અર્ધ કુશળ કર્મચારીઓનું વેતન 462 તથા બિન કુશળ કર્મચારીઓનું વેતન 452 રૂપિયા રહેશે. આ સિવાયના તમામ વિસ્તારોમાં કુશળ કર્મચારીનું દૈનિક વેતન લઘુત્તમ 462 રૂપિયા, અર્ધ કુશળ માટે 452 રૂપિયા જ્યારે બિન કુશળ કર્મચારીને 441 રૂપિયા ચૂકવવાના રહેશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ગત વિધાનસભાના સત્ર વખતે રાજ્યમાં લઘુત્તમ વેતનના દરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી અને તે સંદર્ભે પહેલી એપ્રિલે જાહેરનામું બહાર પાડી તેનો અમલ શરૂ કરવાની ઘોષણા કરી હતી. જો કે કોન્ટ્રાક્ટ પર કામ કરતાં ક્લાર્ક, કમ્પ્યુટર ઓપરેટર્સ, સફાઇ કામદારો, લિફ્ટમેન, પટાવાળા સહિતના આઉટ સોર્સિંગ સેવાથી લેવાતાં ઘણાં કર્મચારીઓ તે જાહેરનામાની અનુસૂચિમાં શામેલ ન હોવાથી તેમને તેનો આ નવા જાહેરનામા અનુસાર આ પગાર વધારાનો લાભ મળ્યો ન હતો. આ કર્મચારીઓને હવે તેમને સેવા પર લેનારી સંસ્થાએ આગામી છ માસ સુધી એટલે કે 30 સપ્ટેમ્બર સુધી ખાસ ભથ્થું આપવાનું રહેતું નથી. નવા જાહેર કરાયેલા આ નવા વેતન દરો કોન્ટ્રાક્ટરોએ પોતાના કર્મચારીઓ માટે ત્વરિત અસરથી લાગુ કરવાના રહેશે અને જો આ નવા નિયમનો અમલ નહીં કરે તો તેમની સામે કાર્યવાહી થશે.