Site icon Revoi.in

ગુજરાત સરકારે RTE અંતર્ગત ખાનગી શાળાઓને 5 વર્ષમાં 2334 કરોડ ચૂકવ્યા

Social Share

અમદાવાદઃ ગરીબ પરિવારોના બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકે તે માટે રાઈટ ટૂ એજ્યુકેશનનો કાયદો અમલમાં છે. અને ખાનગી શાળાઓમાં ગરીબ પરિવારોના બાળકો માટે કેટલીક બેઠકો રિઝર્વ રાખવામાં આવે છે. અને સરકાર દ્વારા અરજીઓ મંગાવીને આવકના પુરાવા તપાસીને બાળકોને ખાનગી સ્કુલમાં પ્રવેશ માટેની ભલામણ કરવામાં આવે છે. અને ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનારા ગરીબ બાળકોની ફી સરકાર દ્વારા શાળાઓને આપવામાં આવે છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત સરકારે ખાનગી અને બિન-અનુદાનિત શાળાઓને RTE હેઠળ 2,334 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જે દેશમાં સૌથી વધુ છે

ગરીબ પરિવારોના બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણના અધિકાર (RTE)હેઠળ પ્રવેશ આપનારી ખાનગી અને બિન-અનુદાનિત શાળાઓને સરકાર તરફથી વળતર આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત સરકારે ખાનગી અને બિન-અનુદાનિત શાળાઓને RTE હેઠળ 2,334 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જે દેશમાં સૌથી વધુ છે. ગુજરાત બાદ રાજસ્થાન સરકારે સૌથી વધુ 1,961 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જ્યારે દેશમાં કુલ 11,857 કરોડ રૂપિયા ખાનગી શાળાઓને બાળકોના એડમિશન માટે ચૂકવાયા છે. આરટીઇમાં પ્રવેશ બદલ સૌ પ્રથમ રાજ્ય સરકારે શાળાને રૂપિયા આપવાના હોય છે. બાદમાં રાજ્ય સરકાર રિએમ્બર્સમેન્ટ મેળવવા કેન્દ્ર સરકારમાં ક્લેમ કરે છે. ગુજરાત સરકારે ક્લેમ કરેલા 2,334 કરોડમાંથી 70% રકમ મંજૂર થઇ અને 30% એટલે કે 711 કરોડ કેન્દ્ર સરકારે મંજૂર કર્યા નથી. આ સમયગાળા દરમિયાન વિવિધ રાજ્યોએ ક્લેમ કરેલી રકમમાંથી 20% એટલે કે 2,451 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા નથી.

આરટીઇ કાયદા હેઠળ સૌ પ્રથમ રાજ્ય સરકારે ફંડમાંથી ખાનગી શાળાઓને ચુકવણી કરવાની હોય છે. ત્યારબાદ રિએમ્બર્સમેન્ટ સ્વરૂપે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારમાં ક્લેમ કરવાનો હોય છે. યુટિલાઇઝેશન સર્ટિફિકેટ, અપ-ટુ ડેટ ખર્ચના સ્ટેટમેન્ટ, ઓડિટ રિપોર્ટ વગેરેના આધારે રાજ્ય સરકારનો ક્લેમ મંજૂર થાય છે. 5 વર્ષ દરમિયાન ગુજરાત સરકારે રિએમ્બર્સમેન્ટ સ્વરૂપે 2,334 કરોડ રૂપિયા ક્લેમ કર્યા હતા, જેમાંથી 1,623 કરોડ મંજૂર થયા છે. સૌથી વધુ રાજસ્થાન સરકારના 1,708 કરોડના રિએમ્બર્સમેન્ટ ક્લેમ મંજૂર થયા છે.