અમદાવાદઃ ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના નાણામંત્રી નીતિન પટેલે આજે વર્ષ 2021-22 માટે રૂ. 2,27,029 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કૃષિ, શિક્ષણ અને આરોગ્ય ઉપર આ બજેટમાં વધારે મહત્વ આપવામાં આવ્યું છે. શિક્ષણ માટે સરકારે રૂ. 32919 કરોડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે 11323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં આજે નવમીવાર બજેટ રજૂ કર્યું હદતું. જેમાં શ્રમિક-કલ્યાણ રોજગાર વિભાગ માટે રૂ. 1502 કરોડ, માર્ગ-મકાન વિભાગ માટે 11,185 કરોડ, બંદર-વાહન વ્યવહાર વિભાગ માટે રૂ. 1478 કરોડ, ઉર્જા-પેટ્રોકેમિકલ વિભાગ માટે રૂ. 13034 કરોડ, ઉદ્યોગ-ખાણ વિભાગ માટે રૂ. 6599 કરોડ, વન-પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડ, કાયદો અને વ્યવસ્થા વિભાગ માટે 7960 કરોડ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે 1224 કરોડ, મહેસુલ વિભાગ માટે રૂ. 4548 કરોડ, વિજ્ઞાન-પ્રોદ્યોગિક વિભાગ માટે 563 કરોડ, રમતગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ માટે 507 કરોડ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે રૂ. 3511 કરોડ, સામાજિક ન્યાય અધિકારિકતા માટે રૂ 4353 કરોડ, પંચાયત અને ગ્રામ વિકાસ માટે રૂ. 8796 કરોડ, શહેરોના વિકાસ માટે રૂ. 13493 કરોડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. 652 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત સરકારે પાણી પુરવઠા માટે રૂ. 3974 કરોડ, આદિજાતિ વિકાસ માટે 2656 કરોડ, સામાન્ય વહીવટી વિભાગ માટે રૂ. 1730 કરોડ, આરોગ્ય પરિવાર કલ્પાણ વિભાગ માટે રૂ. 11323, માહિતી-પ્રસારણ માટે રૂ. 168 કરોડ, યાત્રાધામ વિકાસ માટે રૂ. 154 કરોડ, ક્લાઈમેન્ટ ચેન્જ માટે રૂ. 910 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.