Site icon Revoi.in

ગુજરાત: સરકારી શાળાઓમાં 22 જાન્યુઆરીએ બપોરે 2:30 સુધી રજા, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

Social Share

અમદાવાદઃ 22 જાન્યુઆરી 2024 સોમવારના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ભવ્ય આયોજનો થઈ રહ્યા છે. સમગ્ર દેશ રામ નામ માં ખોવાયેલું છે. તો ગુજરાત રાજ્ય પણ રામ ભક્તિમાં રંગાયું છે. તો ગુજરાત રાજ્યમાં સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરાઈ છે. રાજ્યની સરકારી કચેરીઓમાં 2:30 સુધી રજા જાહેર કરવામાં આવી છે. સાથે સરકારી શાળાઓમાં પણ અડધા દિવસની રજા જાહેર કરાઈ છે. બપોરે  2:30 સુધી સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અડધી રજા જાહેર કરાઈ છે. તો દેશભરમાં આતુરતાથી અયોધ્યા રામ મંજિરની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોવાઈ રહી છે. 22મી જાન્યુઆરીએ બપોરે 12 વાગીને 20 મિનિટે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શાસ્ત્રીય પરંપરાનું પાલન કરી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને અભિજીત મુહૂર્તમાં પૂર્ણ કરવામાં આવશે. રાજ્યની શાળાઓમાં સોમવારે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. અમદાવાદની અનેક સ્કૂલોએ સોમવારે વિદ્યાર્થીઓને રજા આપી દીધી છે.

તા. 22મી જાન્યુઆરીના અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે સોમવારે કેન્દ્રીય કર્મચારીઓને અડધા દિવસની રજા આપી છે. જ્યારે કેટલાક રાજ્યોમાં સોમવારે રજા જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં અમદાવાદ સહિત વિવિધ શહેરો અને નગરોમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.