ગાંધીનગરઃ રાજ્યમાં ગત વર્ષે જાન્યુઆરી-2021માં કોરોના સંક્રમણને કારણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજી શકાઇ નહતી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી 2022માં સમિટના આયોજનની શક્યતા તપાસવાની શરૂઆત કરી છે, બીજી તરફ ઓક્ટોબરમાં યોજાનારા દુબઇ એક્ષ્પોમાં જોડાઇને ગુજરાત સરકાર વિદેશી રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કરશે. આ એક્ષ્પોમાં વાયબ્રન્ટ ગુજરાત અને ઇન્વેસ્ટ ઇન ગુજરાતનું પ્રમોશન કરાશે. 1લી ઓક્ટોબરથી દુબઇ ખાતે યોજાનાર વર્લ્ડ એક્ષ્પોમાં ગુજરાત સરકારે 5 કરોડ રૂપિયા ચૂકવીને સ્ટોલ રાખ્યો હોવાનું ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દુબઇમાં મોટાપાયે એક્ષ્પો 2021નું આયોજન થઇ રહ્યું છે ત્યારે તેમાં ભાગ લઇ રહેલા અધિકારીઓ કોરોના સંક્રમણ વચ્ચે એક્ષ્પોમાં કેવી વ્યવસ્થા થઇ રહી છે અને અન્ય દેશોમાંથી આવતા લોકો માટે શું વ્યવસ્થા છે તેનો પણ અભ્યાસ કરશે જેથી વાયબ્રન્ટ સમિટના આયોજનમાં આ કામ લાગી શકે. આ એક્ષ્પોમાં વાયબ્રન્ટ ગુજરાત અને ઇન્વેસ્ટ ઇન ગુજરાતનું પ્રમોશન કરાશે. 1લી ઓક્ટોબરથી દુબઇ ખાતે યોજાનારા વર્લ્ડ એક્ષ્પોમાં ગુજરાત સરકારે 5 કરોડ રૂપિયા ચૂકવીને સ્ટોલ રાખ્યો છે. વૈશ્વિક રોકાણકારોનું ગુજરાત તરફ ધ્યાન કેન્દ્રીત થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. ગુજરાતમાં ક્યા ક્ષેત્રમાં રોકાણની તકો, સરકાર તરફથી અપાતા પ્રોત્સાહનો વગેરેની માહિતી આપવામાં આવશે. ગુજરાત સરકારના આ કેમ્પેઈનની જવાબદારી સિનિયર અધિકારીઓને સોંપવામાં આવશે.