Site icon Revoi.in

ગુજરાત સરકારનું 203-24નું બજેટ: આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે 9263 કરોડ ફાળવાયા

Social Share

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારનું 3 લાખ 1 હજાર 22 કરોડના કદનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કર્યું હતું. વર્ષ 2023-24ના બજેટમાં સૌથી વધુ શિક્ષણ, ત્યારબાદ કૃષિ વિભાગને નાણા ફાળવણીની જાહેરાત કરી હતી ત્યારબાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા 9263 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ વિસ્તારો, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ અંગે બજેટમાં ખાસ જોગવાઇઓ કરવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓની સાથોસાથ રેફરલ અને સુપર સ્પેશિયાલિટી સુધીની આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. દર્દીઓને દવાઓ સુલભ રીતે ઉપલબ્ધ થાય તેમજ જરૂરી નિદાન સેવાઓનો વ્યાપ ગ્રામ્યસ્તર સુધી વધે તે માટે સરકારે સઘન આયોજન કર્યુ છે. માતૃ અને બાળકલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી આ સેવાઓ વધુ સઘન અને સુલભ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરી આરોગ્ય સુનિશ્ચિત કરવા માળખાકિય સેવાઓનું સુનિયોજિત રીતે વિસ્તરણ કરવામાં આવશે. કેન્સર, ડાયાબિટીસ અને હાયપર ટેન્‍શન જેવા બિનચેપી રોગોનું નિદાન અને સારવાર માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

જાહેર આરોગ્ય માટે રૂપિયા 9263 કરોડ ક્યાં ખર્ચાશે

તબીબી સેવાઓ તબીબી સેવાઓ

તબીબી શિક્ષણ અને સંશોધન તબીબી શિક્ષણ અને સંશોધન

આયુષ આયુષ