Site icon Revoi.in

ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું 3.01 લાખ કરોડનું બજેટ, શિક્ષણ વિભાગને 43,651 કરોડ ફાળવાયા

Social Share

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્ય સરકારના અમૃતકાળની થીમ પર બજેટ 2023-24 રજૂ કર્યું હતુ. બજેટનું કદ 3 લાખ 1 હજાર 22 કરોડનું નિયત કરાયું હતું. અને જુદા જુદા વિભાગોને નાણાની ફાળવણીની જાહેરાત કરી હતી. ગત ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ નાણાં મંત્રી તરીકે કનુભાઇ દેસાઇ હતા એટલે ગત વર્ષનું બજેટ પણ તેમણે જ રજૂ કર્યું હતુ. આ વખતે ફરી વખત નાણાં પ્રધાન તરીકે કનુભાઇએ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. શિક્ષણની પાયાની જરુરિયાત અને શિક્ષણના વિકાસ માટે રૂપિયા 43,651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની સાથે ઉચ્ચ શિક્ષક અને ટેક્નિકલ શિક્ષણનો સમાવેશ થાય છે.

ગુજરાત વિધાનસભામાં આજે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2023-24નું બજેટ રજુ કર્યું હતુ. ભૂપેન્દ્ર પટેલની સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કર્યું હતું. કોરોના સમયે પણ રાજ્ય સરકારે બે વખત પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. આરોગ્ય ક્ષેત્રે અનેકગણો ખર્ચ થયો હોવા છતાં સરકારે પ્રજા પર કરવેરાનો બોજ લાદ્યો નહોતો નાણામંત્રી કનુ દેસાઈએ કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર રજુ કર્યું હતું. અંદાજ પત્ર રજુ કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ, અંબાજી, ધરોઈ ડેમ, ગીર અભયારણ્ય, દ્વારકા શિવરાજપુર બીચ એમ 5 પ્રવાસન સ્થળોને વિકસાવવા 5 વર્ષમાં 8000 કરોડનો ખર્ચ કરાશે.

શિક્ષણ વિભાગને રૂપિયા 43,651 કરોડ ફાળવાયા તેની હાઈલાઈટ્સ