Site icon Revoi.in

ગુજરાત સરકારનું સર્વર ડાઉન થતાં ઓનલાઇન કામકાજ અટકયાં

Social Share

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી કામકાજ ઓનલાઇન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. કેન્દ્રના પગલે રાજ્ય સરકારે પણ ઓનલાઈન સેવાને વિસ્તૃત બનાવી છે. અને લોકો ઘેર બેઠા જ સેવા મેળવી સકે તેવું આયોજન કર્યું છે. પરંતુ સરકારની ઓનલાઇન સીસ્ટમમાં વારંવાર ખામી સર્જાતી હોય છે. ગઈકાલે સોમવારે ઓનલાઈન સેવામાં વિક્ષેપ સર્જાતા અનેક જિલ્લાઓમાં દસ્તાવેજની નોંધણી સહિતના અનેક કામકાજ અટકી પડ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્ય સરકાર દ્વારા નાનામાં નાની કામગીરી પણ ઓનલાઇન કરવામાં આવી છે. મોટાભાગના કિસ્સાઓમાં પ્રજાજનો અશિક્ષિત હોય ઓનલાઇનના જાણકાર પાસે કામગીરી કરાવવાની ફરજ પડી રહી છે. જેના કારણે પ્રજાજનોના નાણા અને સમયનો વ્યય થઇ રહ્યો છે. સરકારી ઓનલાઇન માટેનુ સર્વર વારંવાર ડાઉન થઇ જાય છે. જેના કારણે મામલતદાર કચેરીમાં ઇ-ધરા, એ.ટી.વી.ટી., આવકના દાખલા કાઢવાની કામગીરી, દસ્તાવેજ માટેની ઓનલાઇન ફી ભરવાની, દસ્તાવેજ નોંધણીનો સમય માંગવા જેવી અનેક પ્રકારની કામગીરી પૂરો દિવસ બંધ રહેતા શહેરીજનો હેરાન પરેશાન થઇ ઉઠયા છે. હવે તો રેશનિંગની સેવાને પણ ઓનલાઈન કરવામાં આવી છે. કોઈપણ સહાય મેળવવા માટે ખેડુતોએ પણ ઓનલાઈન અરજી કરવી પડે છે. તદઉપરાંત દસ્તાવેજોની નોંધણી સહિતનું કામકાજ પણ ઓનલાઈન કરવામાં આવ્યું છે. ઘણીવાર સર્વર બંધ રહેતા કે એમાં વિપેક્ષ સર્જાતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

(Photo: File)