- રાજ્યમાં ઈદે મિલાદુન્નબીની થશે ઉજવણી
- રાજ્ય સરકારે જુલૂસ માટે આપી મંજૂરી
- સીએમ પટેલે આપેલી સૂચના બાદ ગૃહમંત્રીએ આપ્યો આદેશ
અમદાવાદઃ- તાજેતરમાં સમગ્ર દેશમાં તહેવારોનું આગમન થઈ ચૂક્યું છે, હાલ જ નવરાત્રીના પર્વની પૂર્ણાહુતી થઈ છે ત્યારે હવે આવનારા એક દિવસમાં ઈસ્લામ ઘર્મનો તહેવાર ઈદે મિલાદુન્નબી આવનાર છે જેને લઈને રાજ્ય સરકારે ઝુલુસ નીકાળવાની મંજૂરી આપી છે જો કે આ માટે કોરોનાનાન નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.
ઉલ્લેખનીય છે કે આવતી કાલે 18 તારીખે ઈલ્સાનમીક ચાંદ પ્રમાણે મગરીબ બાદ અટલે કે સાંજથી પૈગમ્બર હજરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસની ઉજવણી શરુ થાય છે. આ તહેવારને લઈને 19 તારીખે એટલે કે બીજા દિવસે જુલુસ નિકાળવામાં આવનાર છે,આ બાબતે મુસ્લિમ સમાજ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે
આ તહેવારને લઈને હવે રાજ્ય સરકારે પણ ઈદે મિલાદુન્નબીના જુલુસની શરતી પરવાનગી આપી છેઆ જુલુસ નીકાળવાની મંજૂરીનો આદેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ ગૃહમંત્રીએ આપ્યા હતા,રાજ્યમાં જુલુસ અંગેનીએસઓપીની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.
જુલુસ નિકાળવા મામલે કેટલાક મુસ્લિમ ઘારાસભ્યો દ્રારા પરવાનગી માટે અપીલ કરવામાં આવી હતી ત્યાર બાદ મુખ્યમંત્રી સાથેની ચર્ચા બાદ ગૃહમંત્રીએ પરવાનગી માંગનારા ત્રણેય ધારાસભ્યોને નિર્ણયની જાણ ટેલિફોનના માધ્યમથી કરી હતી. જો કે મિલાદુન્નબીના જુલુસનો સમય ફેરબદલ થાય તેવી શક્યતાઓ છે.આ જુલુસ કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે નિકાળશવામાં આવશે. જો કે આ મામલાની એસઓપી અંગે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.