Site icon Revoi.in

ગુજરાતઃ ઓલમ્પિક 2036ની યજમાની ગુજરાતે તૈયારીઓ શરુ કરી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઓલમ્પિક 2036ની યજમાની માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ઓલમ્પિકની યજમાનીને લઈને અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક મળી હતી.

આગામી ઓલમ્પિક 2036ના યજમાન બનવાની ગુજરાતે તૈયારીઓ શરુ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

ઓલમ્પિક 2036માં જે રમતો સમાવિષ્ટ છે તેના આયોજન માટે અમદાવાદ, ગાંધીનગરમાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જરુરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત જરૂરી સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેલાડીઓ-કોચ વગેરેની આવાસ સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓ,  વોટર સ્પોર્ટસ અને માઉન્ટેઇન સ્પોર્ટસ માટેના જે સ્થળો પસંદ થાય ત્યાં પણ સંપૂર્ણ સુવિધાઓ ઊભી કરવાના આયોજન અંગે દિશાદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સમીક્ષા મુખ્યમંત્રી અને રમત-ગમત મંત્રી સૂચન કરેની વાત કેન્દ્રીય ગૃહમંત્રીએ વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ઓલમ્પિક 2036 અમદાવાદ મહાનગરને દેશના અતિ વિકસીત મહાનગરો દિલ્હી, મુંબઇ, કલકત્તાથી પણ વધુ ઝડપી વિકસીત મહાનગર બનાવનારો બની રહેશેની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સમગ્ર દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમમાં એક લાખથી વધારે દર્શકો ક્રિકેટમેચનો આનંદ માણી શકે છે.