રાજકોટમાં રવિવારે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનો શુભારંભ, ત્રણ કેટેગરીમાં યોજાશે સ્પર્ધા
ગાંધીનગરઃ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) 2.૦ વિશે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યનો યુવા વિદ્યાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બની ગુજરાતને સંપુર્ણપણે જાણી આત્મનિર્ભર ગુજરાતની પહેલ સાથે દ્રઢતાથી જોડાઈ શકે તે હેતુથી “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q) 2.૦”નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.24મી ડીસેમ્બર, 2023ના રોજ રાજકોટ ખાતેથી આ ક્વિઝનો શુભારંભ કરાવશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ(G3Q 2.૦)માં સ્પર્ધકને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે જેમાં ધોરણ 9 થી 12 શાળા કક્ષાના વિદ્યાર્થીઓની કેટેગરી, કોલેજો અને યુનિવર્સિટી કક્ષાના વિદ્યાર્થીઓની કેટેગરી અને 18 અને 18 વર્ષથી ઉપરના નાગરિકોની કેટેગરી રાખવામાં આવી છે. આ ત્રણ કેટેગરીમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધક www.g3q.co.in (G3Q 2.૦ પોર્ટલ) પર પોતાના મોબાઈલ, ટેબ્લેટ અથવા કોમ્પ્યુટરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે.
રજીસ્ટ્રેશન થયા બાદ સબંધિત શાળા/કૉલેજ/યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ખરાઈ વિજેતાની સબંધિત શાળા/કૉલેજ/યુનિવર્સિટીએ www.g3q.co.in (G3Q 2.૦ પોર્ટલ) પર કરવાની રહેશે. જેનું User ID & Password આપવામાં આવશે. જેમાં login થઈને સબંધિત શાળા/કૉલેજ/યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ઓળખાણ, ફોટો આઈ ડી અને બેંકની ખરાઈ કરીને Approved અથવા Reject કરવાના રહેશે. મહત્વનું છે કે, Approved થયેલા વિદ્યાર્થીઓ જ www.g3q.co.in (G3Q 2.૦ પોર્ટલ) પર ક્વિઝ રમી શકશે. આમ, સ્પર્ધક www.g3q.co.in (G3Q 2.૦ પોર્ટલ) લોગ ઇન થઈને પોતાના મોબાઈલ/ટેબ્લેટ/કોમ્પ્યુટરથી ક્વિઝ રમી શકશે
G3Q 2.૦નાં લોન્ચિંગ કાર્યક્રમમાં અંદાજીત 3૦૦૦ થી 4૦૦૦ વિદ્યાર્થીઓને ક્વિઝ રમાડવામાં આવશે. જેમાં શાળા કક્ષાના પ્રથમ વિજેતાને રૂ.15,૦૦૦/-, દ્વિતીયને રૂ.10,૦૦૦/-, તૃતિય વિજેતાને રૂ.7,૦૦૦/- તેમજ ચોથા ક્રમથી પચ્ચીસમાં ક્રમના કુલ 22 વિજેતાને રૂ.2,500 /-ના રકમનું ઈનામ આપવામાં આવશે. તેમજ કૉલેજ કક્ષાના પ્રથમ વિજેતાને રૂ.25,000 /-, દ્વિત્ય વિજેતાને રૂ.20,000 /-, તૃતિય વિજેતાને રૂ. 15,000 /- તેમજ ચોથા ક્રમથી પચ્ચીસમાં ક્રમના કુલ 22 વિજેતાને રૂ. 5000/- ની રકમનું ઈનામ આપવામાં આવશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) 2.૦માં 10 અઠવાડિયાની ક્વિઝ દરમિયાન દર ૦2 રાઉન્ડ બાદ 01 બમ્પર ક્વિઝ યોજવામાં આવશે આમ કુલ 05 બમ્પર ક્વિઝ યોજાશે. બમ્પર ક્વિઝમાં શાળા કક્ષાની કેટેગરી તથા કૉલેજ/યુનિવર્સિટી કેટેગરીના કોઈપણ સ્પર્ધક ઓનલાઈન રમી શકશે. આ બમ્પર ક્વિઝ્ના પ્રતિ જિલ્લા 12 વિજેતાઓ(૦6 શાળા કક્ષા + ૦6 કૉલેજ કક્ષા) જાહેર કરવામાં આવશે. જેમાં, પ્રતિ જિલ્લા શાળા કક્ષાના 06 વિજેતાઓને પ્રતિ વિજેતા દીઠ રૂ. 5000 /- તથા કૉલેજ/યુનિવર્સિટી કક્ષાના 06 વિજાતાઓને પ્રતિ વિજેતા દીઠ રૂ. 7000 /-ના ઇનામને પાત્ર થશે.
આ ઉપરાંત બમ્પર ક્વિઝના તમામ વિજેતાઓને નજીકના જિલ્લાના ઉદ્યોગો, જોવાલાયક ઐતિહાસિક સ્થળો જેવા કે, રિલાયન્સ, બોમ્બાર્ડ, મારુતિ સુઝુકી, વેલસ્પન, મુન્દ્રા પોર્ટ, હઝીરા પોર્ટ, દહેઝ, GNFC, GSFC, વડનગર, દ્વારકા, રાણકી વાવ, સોમનાથ, SOU, અમુલ ડેરી, બનાસ ડેરી, સાયન્સ સીટી, મહાત્મા મંદિર, વગેરે જેવા તથા અન્ય સ્થળોની એક દિવસીય ટુરનું આયોજન કરવામાં આવશે.
10 અઠવાડિયાના અંતે G3Q 2.૦ નું Grand Finaleમાં 10 અઠવાડિયાના શાળા કક્ષાના 5000 વિજેતાઓ અને કૉલેજ કક્ષાના 5000 વિજેતાઓ આમ કુલ 10,000 વિજેતાઓ Online અથવા Offline ભાગ લેશે.
જેમાં પ્રતિ જિલ્લા પ્રમાણે 06 વિજેતાઓ(૦3 શાળા કક્ષા + ૦3 કૉલેજ કક્ષા) જાહેર કરવામાં આવશે. જેમાં 33 જિલ્લાના શાળા,કોલેજ, અને યુનિવર્સિટીના કક્ષાના કુલ 198 વિજેતાઓને રૂ. 3,63,00,000ના ઈનામ આપવામાં આવશે. G3Q 2.૦નું સમાપન અમદાવાદ ખાતે થશે. આમ, તા:24/12/2023થી લઈને કુલ 10 અઠવાડિયા માટે આ ક્વિઝ રમાડવામાં આવશે. 10 અઠવાડિયા સુધી દર રવિવારથી શુક્રવાર(૦6 દિવસ) સુધી સવારના ૦8:૦૦ વાગ્યાથી રાત્રીના 12:૦૦ વાગ્યા સુધી ક્વિઝ રમી શકાશે.