ગુજરાતે હંમેશા ઈતિહાસ બનાવ્યો છે, ગૃહમંત્રી અમિત શાહ
- ગુજરાતે હંમેશા ઈતિહાસ રચ્યો છે- શાહ
- અમિત શાહે સીએમ પટેલને પાઠવી શુભેચ્છાઓ
અમદાવાદ – આજરોજ 8મી ડિસેમ્બરને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે બીજેપીએ રાજ્યમાં ભવ્ય જીત મેળવી છે.પીએમ મોદી ,ગૃહમંત્રી શાહના અથાગ પ્રયત્નો સફળ થવા પામ્યા છે
બીજેપી છેલ્લા 27 વર્ષમાં ન મેળવી હોય તેટલી રેકોર્ડ બેઠકો મેળવવાના માર્ગે આગળ ધપી છે. મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ 130થી વધુ બેઠકોમાં ભાજપના ઉમેદવારો લીડ મેળવવા લાગ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં આજે યોજાયેલી મતગણતરીમાં 182માંથી ભાજપે 158 બેઠકો પર વિજય દોટ મુકી છે અને પ્રથમ વખત રાજ્યમાં કોઇપણ એક પક્ષને 2/3થી વધુ બેઠકો સાથે જનાદેશ મળતા જ રાજ્યભરમાં ભાજપમાં ઉત્સાહ છવાયો છે.
દેશના ગૃમંત્રી એમિત શાહે કહ્યું કે ગુજરાતે હંમેશા ઈતિહબાસ બનાવ્યો છે.આ ઐતિહાસિક જીતને લઈને હું ગુજરાતની જનતાને નમન કરું છું આ નરેન્દ્ર મોદીજીના વિકાસ મોડેલ અને અતૂટ વિશઅવાસની જીત છે.
આ સાથે જ કહ્યું કે બે દાયકાઓથી ભાજપે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે હવે જનતાએ પણ બીજેપી પર વિશ્વાસ જતાવ્યો છે અને ભાજપને આશિર્વાદ આપ્યા છે તેનું જ આ પરિણામ છે.આ પ્રયંડ જીતે બતાવ્યું છે કે દરેક વર્ગ પછી તે મહિલાઓ હોય, યુવાનો હોય કે ખેડૂતો હોય દિલથી ભાજપાની સાથે છે
ગૃહમંત્રી શાહે તમામ રાજ્યના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને દરેકને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.ઉલ્લેખનીય છે કે બીજેપીની જીતથી રાજ્યમાં ખુશીનો માહોલ જડોવા મળઈ રહ્યો છે,ઠેર ઠેર જશ્નની તૈયારીઓ ચાલી રહી છે તો ક્યાય જીતને ફટાકડા ફોડીને આવકારાઈ છે.