ગાંધીનગરઃ પાટણના સિદ્ધિપુર ખાતે ઉદ્યોગમંત્રી બળવંતસિહ રાજપૂતે એક દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યશાળાને સંબોધતા જણાવ્યું કે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેમણે ઉમેર્યું કે સમગ્ર દેશમાં 8.4 ટકા જીડીપી આપતું રાજ્ય ગુજરાત છે.
લોજિસ્ટિક અને સ્ટાર્ટ અપમાં 11 ટકા હિસ્સા સાથે દેશમાં ગુજરાત મોખરે છે. તેમણે કહ્યું કે છેલ્લા વીસ વર્ષોમાં ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગાર આપતું રાજ્ય છે.
આ પ્રસંગે સંબોધન કરતા ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું કે ગોકુળ ગ્લૉબલ યુનિવર્સિટી ખાતે આયોજીત આ સેમિનારમાં બહુરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિકારીઓ તેમજ તજજ્ઞો દ્વારા કૌશલ્ય વિકાસ થકી રોજગારની તકો તેમજ સરકારી યોજનાઓ વિશે માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું.