Site icon Revoi.in

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 100 ટકા વરસાદ વરસી ચુક્યો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ સાથે વરસી રહેલા વરસાદને પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 100.17 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીજીયનમાં 155.36 ટકા અને સૌથી ઓછો પૂર્વ ગુજરાતમાં 82.28 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉતર ગુજરાતમાં 107.47 ટકા, સૌરાષ્ટ્રમાં 89.44 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.31 ટકા જેટલો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ધ્વારા મળેલા અહેવાલો મુજબ ચોવીસ કલાકમાં ઉતર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસયો હતો. જેમાં મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં 203 મીમી એટલે કે આઠ ઇંચથી વધુ જયારે મોરબી તાલુકામાં 134 મીમી, બેચરાજીમાં 124 મીમી અને રાધનપુર તાલુકામાં 121 મીમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

આ ઉપરાંત વિસનગર તાલુકામાં 114 મીમી, ઇડર તાલુકામાં 120 મીમી, અને પાટણ તાલુકામાં 98 મીમી મળી કુલ 3 તાલુકામાં ચાર ઇંચ જેટલો, વિજાપુર તાલુકામાં 82 મીમી, સરસ્વતીમાં 90 મીમી, અમીરગઢમાં 89 મીમી, પોશીનામાં 89 મીમી, માણસામાં 89 મીમી, જોટાણામાં 84 મીમી અને હિમતનગરમાં 74 મીમી મળી કુલ 9 તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જ્યારે શપ્તેશ્વર, સાંતલપુર, ઉંજા, સિધ્ધપુર, પ્રાંતિજ, કડી, હરીજ, કલોલ, વિજયનગર, ચિલોડા, ગાંધીનગર, ભાભર, દિયોદર, મેઘરજ, અને કાંકરેજ મળી કુલ 15 તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય 49 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું અને સવારે અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.