Site icon Revoi.in

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી 96 ટકા વરસાદ વરસ્યો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં વરસી રહેલાં સાર્વત્રિક વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 150 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. તદુપરાંત દક્ષિણ ગુજરાત ઝોનમાં 106.46 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 88 ટકા, પૂર્વ ગુજરાતમાં 79 ટકા અને ઉત્તર ગુજરાતમાં 95.17 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ વરસ્યો છે જયારે પાલનપુરમાં 131 મિ.મી., જુનાગઢ તાલુકા અને જુનાગઢ શહેરમાં 115 મિ.મી., વાડિયામાં 105 મિ.મી., વંથલીમાં 103 મિ.મી., મળી કુલ 6 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

જુનાગઢ જિલ્લાના માણાવદર અને ડીસા તાલુકામાં 93 મિ.મી. સુઈગામમાં 92 મિ.મી., જેતપુરમાં 91 મિ.મી., ધોરાજીમાં 86 મિ.મી., ઉમરપાડામાં 78 મિ.મી., લખપતમાં 77 મિ.મી., અને વલસાડમાં 75 મિ.મી. મળી કુલ 8 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 71 મિ.મી., અમીરગઢમાં 67 મિ.મી., સિદ્ધપુર 66 મિ.મી., ભેસાણ અને ખેરગામમાં 63 મિ.મી., વિસાવદરમાં 62 મિ.મી., રાપરમાં 61 મિ.મી., કુતિયાણામાં 60 મિ.મી., અબડાસણામાં 56 મિ.મી., પલસાણામાં 56 મિ.મી., પોશીનામાં 53 મિ.મી., સરસ્વતીમાં 50 મિ.મી., મળી કુલ 12 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય કુલ 61 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.