અમદાવાદઃ ગુજરાતની વડી અદાલત ખાતે નવનિયુક્ત પાંચ જજીસનો શપથગ્રહણ સમારોહ યોજાયો. કાર્યકારી ચીફ જસ્ટિસ એ. જે. દેસાઇ એ નવનિયુક્ત તમામ ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટમાં નવનિયુક્ત ન્યાયાધીશ સુસાન વેલેન્ટાઈન પિન્ટો, હસમુખ સુથાર, જિતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે અને દિવ્યેશ જોશીએ શપથ ગ્રહણ કર્યા હતા. આ શાપથગ્રહણ સમારોહમાં રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા હાઇકોર્ટના જજીસ, વરિષ્ઠ વકીલો, નવનિયુક્ત ન્યાયાધીશોના પરિજનો ઉપસ્થિત રહ્યાં હતા.