Site icon Revoi.in

ગુજરાત હાઈકોર્ટ કોરોનાકાળમાં પેન્ડિંગ કેસનું લાઈવ સ્ટ્રીમિંગ કરનાર દેશની પહેલી કોર્ટઃ PM મોદી

Social Share

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે જેવી રીતે સત્ય નિષ્ઠાથી કામ કર્યુ છે તેનાથી ભારતીય ન્યાય વ્યવસ્થા અને લોકતંત્ર બંનેને મજબુતી મળી છે. તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત હાઈકોર્ટની સ્થાપનાના 61 વર્ષ પુરા થવાના પ્રસંગ પર જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ કોરોનાકાળમાં પેન્ડિંગ કેસનું લાઈવ સ્ટ્રીમિંગ કરનાર દેશની પહેલી કોર્ટ બની હોવાનું પણ વડાપ્રધાને જણાવ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટમાં હીરક જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ હીરક જયંતિ પર સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગ્રે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના જજ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ન્યાયપાલિકાએ કઠીન સમયમાં સંવિધાનિક મૂલ્યોની રક્ષા કરી હતી. જ્યુડિશરીએ સંવિધાન પ્રત્યે પોતાનું દાયિત્વ દ્રઢતા સાથે નિભાવ્યું છે. તેઓએ સંવિધાનને મજબૂત કર્યો છે. દેશવાસીઓનો હકની રક્ષા અને દેશહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની હોય ત્યારે જ્યુડિશરી પોતાનું દાયિત્વ સમજીને નિભાવ્યું છે.  ગુજરાત હાઈકોર્ટે જે રીતે લકડાઉનમાં વીડિયો કોન્ફરન્સ, એસએમએસ કોલાઆઉટ, કેસની ઈ-ફાઈલિંગની સુવિધા શરૂ કરી, કોર્ટ રૂમનું યુટ્યુબ પર સ્ક્રીનિંગ શરૂ કર્યું, જજમેન્ટ અને ઓર્ડર વેબાસઈટ પર ઓર્ડર કર્યા તે બતાવે છે કે, આપણી જસ્ટિસ સિસ્ટમ કેટલી એડપ્ટીવ અને અપગ્રેટેડ છે. ગુજરાત હાઈકોર્ટ કોરોનાકાળમાં પેન્ડિંગ કેસનું લાઈવ સ્ટ્રીમિંગ કરનાર દેશની પહેલી કોર્ટ છે. ઓપન કોર્ટની વાતને પણ ગુજરાત હાઈકોર્ટે સાકાર કરી છે.