1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતની તમામ કોર્ટ્સમાં જ્યુડી. અધિકારીઓએ સમયસર ફરજ પર હાજર રહેવા હાઈકોર્ટની તાકીદ
ગુજરાતની તમામ કોર્ટ્સમાં જ્યુડી. અધિકારીઓએ સમયસર ફરજ પર હાજર રહેવા હાઈકોર્ટની તાકીદ

ગુજરાતની તમામ કોર્ટ્સમાં જ્યુડી. અધિકારીઓએ સમયસર ફરજ પર હાજર રહેવા હાઈકોર્ટની તાકીદ

0
Social Share

અમદાવાદ: ગુજરાતની નીચલી અદાલતોમાં ન્યાયમૂર્તિઓને કામકાજના દિવસોમાં પુરો સમય પાલન અંગે રીપોર્ટ કરવા હાઈકોર્ટ દ્વારા આદેશ કર્યો છે. કોર્ટમાં નિયમીત નહી રહેતા તથા સમય પાલનનું ચૂસ્ત રીતે પાલન નહી કરતા જ્યુડિ. અધિકારીઓ સામે આકરા પગલાની ચેતવણી પણ આપવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ દ્વારા આ અંગે અગાઉ જારી કરાયેલા સકર્યુલર બાદ અદાલતોના કામકાજમાં ખાસ કરીને સમયપાલનમાં સુધારો નહી થતા હવે હાઈકોર્ટ દ્વારા  અનિયમીત જ્યુડિ. અધિકારીઓ સામે એકશનની પણ ચેતવણી આપવામાં આવી છે. એક પરિપત્રમાં જણાવાયું છે કે અદાલતના કામકાજમાં સમયપાલન અને પુરો સમય ડાયસ (અદાલતખંડ) માં હાજર રહેવા માટે વારંવાર અપાયેલી સૂચનાનું પાલન કરવામાં આવતું નથી. અદાલતના કામકાજના સમયમાં કોર્ટરૂમમાં જ્યડિ. અધિકારીઓએ હાજરી આપીને જે ન્યાયીક કામગીરી નિશ્ચિત થયેલી હોય તેનો સમયના ચુસ્ત પાલન સાથે પૂર્ણ કરવું જરૂરી છે. પરંતુ અગાઉની સુચના છતા આ પ્રકારના કામકાજમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. ગુજરાત હાઈકોર્ટે આ માટે સિવિલ મેન્યુઅલના ચેપ્ટરનો પેરાગ્રાફ 2 (બી)ને ટાંકી આ સુચના આપી હતી.
હાઈકોર્ટે આ સાથે તમામ જિલ્લા અને તાલુકા અદાલતના પ્રિન્સિપાલ- જયુડીશ્યલ ઓફીસરને આ સૂચનાઓનું પાલન થાય તે જોવા જણાવાયું છે અને તેનું પાલન નહી કરતા ન્યાયમૂર્તિઓ અંગે રીપોર્ટ હાઈકોર્ટને આપવા પણ સૂચના આપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત હાઈકોર્ટના ધ્યાન પર એ બાબત આવી હતી કે, અદાલતોમાં કેટલાક જ્યુડિ. અધિકારીઓ સમયસર કોર્ટમાં હાજર રહેતા નથી. હાઈકોર્ટ દ્વારા અગાઉ પણ પરિપત્ર કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ પણ સમય પાલનમાં સુધારો ન થતાં હવે આકરા પગલાની ચેતવણી આપવામાં આવી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code