Site icon Revoi.in

ફાયર એનઓસી મુદ્દે ગુજરાત હાઈકોર્ટનું આકરુ વલણ

Social Share

અમદાવાદઃ ફાયર સેફ્ટીના મુદ્દે થયેલી અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે અમદાવાદ મનપાને ખખડાવી નાખી હતી. તેમજ ફાયર NOC ના હોય તેવી હોસ્પિટલ કેમ ચાલુ છે અને આવી હોસ્પિટલમાં દર્દીઓ દાખલ જ કેમ કર્યા તેવા વેધક સવાલ પણ કર્યાં હતા.

કેસની હકીકત અનુસાર ફાયર સેફ્ટીના મુદ્દે થયેલી અરજીની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરતા એડવોકેટ જનરલે કહ્યુ કે, 2450 હોસ્પિટલ, 3894 શાળા અને 5693 ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ પાસે ફાયરબ્રિગેડનું ના વાંધા પ્રમાણપત્ર નથી. ફાયર સેફ્ટી મુદ્દે આકરુ વલણ દાખવતા કોર્ટે કેટલાક સવાલો કર્યાં હતા. હોસ્પિટલ, શાળા, ઈન્ડસ્ટ્રીયલ એકમો પાસે ફાયરબ્રિગેડનું ના વાંધા પ્રમાણપત્ર નથી તો અધિકારીઓ તેમની સામે કેવી કાર્યવાહી કરી, તેમની જવાબદારી નક્કી કરો. માત્ર છ ઈમારતોને સીલ કરવામા આવી છે. કોર્ટના નિર્દેશોનું પાલન નથી કરાયુ. સમગ્ર રાજ્યનમાં ફાયર સેફ્ટીનું એનઓસી ના હોય, બી યુ પરમીશન ના હોય તેવી ઈમારતોના નામ આપવા નિર્દેશ કર્યો હતો.

સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવાયુ હતું કે, BU પરમિશન ન હોવાથી હોસ્પિટલ સીલ કરાયાનો અમદાવાદ મનપાએ દાવો કર્યો છે. અમદાવાદ મનપાએ કહ્યું કે હોસ્પિટલ રહેણાંક મકાનમાં ઉભી કરાઇ હતી. જેથી તેને સીલ કરવામાં આવી છે.