1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ HTAT મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર
ગુજરાતઃ HTAT મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર

ગુજરાતઃ HTAT મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર

0
Social Share

અમદાવાદઃ રાજ્ય સરકારનો HTAT મુખ્ય શિક્ષકોના માટે સંવેદનશીલ નિર્ણય. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજય સરકાર દ્વારા બદલી નિયમો જાહે૨ ક૨વામાં આવે છે.

• શિક્ષણ વિભાગના તા.22/06/2011ના ઠ૨ાવથી RTE ACT 2009 હેઠળ HTAT મુખ્ય શિક્ષકની નવી કેડર ઉભી કરવામાં આવેલ.
• આ દરમિયાન HTAT મુખ્ય શિક્ષકની કેડ૨ને શિક્ષણ વિભાગના તાઃ- 15/03/2021ના ઠરાવથી શૈક્ષણિક કેડર જાહે૨ ક૨વામાં આવેલ. તેથી મુખ્ય શિક્ષકોની માંગણી હતી કે તેઓને વહીવટી કર્મચારીના બદલીના સિધ્ધાતો લાગુ પાડવા જોઈએ નહી.
• આ બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી જેનો જરૂરી અભ્યાસ કરી સરકારશ્રી આજ રોજ HTAT મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જાહેર કરે છે .

(1) મહેકમ ગણવાની પધ્ધતિ

• બાલવાટીકાથી ધો-5માં 150 કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
• ધો-6 થી ૮ માં 900 કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
• બાલવાટીકાથી ધો-8માં 150 કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.

(2) જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે.

(3) જિલ્લા ફેર બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઇશે. 50 % જગ્યાઓ અગ્રતાથી અને 50 % શ્રેયાનતાથી ભરવાની રહેશે.

(4) તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય/રાજય સુરક્ષા ઠેઠળના અધિકારી કર્મચારીઓનામુખ્ય શિક્ષક પતિ/પત્નીની બદલીઓ, રાજયના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી/કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નિની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે.

(5) દ૨ વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી ક૨શે.

(6) જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય, તો તેઓને પ્રથમ પગારકેન્દ્રની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા 52, તે પછી તાલુકાની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ 52, તે પછી જિલ્લાની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે.

(7) જિલ્લા ફેર/જિલ્લા આંતરિક અરસ પરસ બદલી

• બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસ પરસ બદલી કરી શકાશે.
• આંતરિક / જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશઃ 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઇએ. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code