ગુજરાતઃ 3 વર્ષમાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેલા 134 શિક્ષકોને બરતરફ કરાયા
અમદાવાદઃ વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સરકારી શાળાઓમાં છેલ્લાં છ માસમાં કેટલાં શિક્ષકો વિદેશમાં રહીને પગાર મેળવે છે તે અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં કુલ 12 શિક્ષકો તથા પાટણમાં 7 શિક્ષકો છે જેમાંથી કોઈપણ શિક્ષક પગાર મેળવતા નથી. બનાસકાંઠા જિલ્લાના 12 ગેરહાજર શિક્ષકો પૈકી 6 શિક્ષકો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરી ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે. બે શિક્ષકો દ્વારા રાજીનામાં મંજૂરી અર્થે રજૂ થતા રાજીનામું મંજૂર કરવામાં આવ્યાં છે બાકીના 4 શિક્ષકો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાટણના બન્ને શિક્ષકો NOC મેળવીને વિદેશ ગયાં હોવાથી કોઈ કાર્યવાહી કરી નથી.
આ અંગે પૂછાયેલા પેટા પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, વર્ષ 2019થી 2022 દરમિયાન વિધા સમીક્ષા કેંદ્ર દ્વારા મળતી ઓનલાઇન હાજરીની વિગતો પરથી બિન અધિકૃત ગેરહાજર શિક્ષકો માહિતીનું એનાલીસીસ કરી તેમના વિરુદ્ધ નિયમાનુસારની કાર્યવાહી કરાઇ છે. જેમાંથી બિન અધિકૃત ગેરહાજર અને વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર રહેલા 135 શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યાં છે.
મંત્રી શ્રી ડીંડોરે ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે સમગ્ર રાજ્યના જિલ્લા તથા નગર શિક્ષણ સમિતિમાં વર્ષ 2023-24થી વર્ષ 2024-25માં ત્રણ માસ કે તેથી વધુ સમયથી ગેરહાજર હોય તેવા 70 શિક્ષકો અને વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર હોય તેવા 60 શિક્ષકો એમ કુલ 130 શિક્ષકોની સામે કાર્યવાહી કરતાં 4 જિલ્લા અને એક નગર શિક્ષણ સમિતિમાંથી કુલ 10 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યાં છે અને બાકી રહેલા શિક્ષકો સામે નિયમાનુસાર બરતરફ કરાશે.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસેથી એક અઠવાડિયાથી સતત ગેરહાજર રહેતા શિક્ષકોની વિગતો ઓનલાઇન હાજરીના ડેટાના આધારે મેળવી તેઓની સામે સબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ચકાસણીની કાર્યવાહી હાલ ચાલુમાં છે. જેનો અહેવાલ મેળવી દોષિત જણાશે તો તેઓની સામે પણ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
#GujaratEducation #TeacherDismissal #UnauthorizedAbsence #EducationReforms #GovernmentTeachers #TeacherDiscipline #GujaratNews #EducationalManagement #TeacherAccountability #EducationMinister #KuberbhaiDindor #TeacherAction #SchoolManagement #GujaratUpdates #TeacherRegulations #EducationSystem #TeacherConduct #PublicSectorReforms #EducationAdministration #TeacherPolicy