અમદાવાદઃ ગુજરાતમાં લોકોને પીવાનું પુરતી પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. હાલ રાજ્યમાં હર ઘર જલ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે અને તમામ ઘર સુધી નળ મારફતે પાણી પહોંચવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 90 ટકા ગામમાં પાઈપલાઈન મારફતે પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે.
સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર આણંદ, બોટાદ, ગાંધીનગર, મહેસાણા, પોરબંદર અને વડોદરામાં ગ્રામીણ વિસ્તારોમાં 100 ટકા તમામ ઘરોમાં નળ દ્વારા પાણીનો પૂરવઠો તેમજ 17 જિલ્લા એટલે કે, મોરબી, જામનગર, પાટણ, ભરૂચ, ડાંગ, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટ, અમદાવાદ, નવસારી, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, સુરત, સુરેન્દ્રનગર અને ખેડામાં 90 ટકા કરતાં વધારે પરિવારોને નળ દ્વારા પાણીનો પૂરવઠો સુનિશ્ચિત કર્યા પછી ગુજરાત ગ્રામીણ વિસ્તારોમાં નળ દ્વારા પાણીનો પૂરવઠો ઉપલબ્ધ કરાવવાની દિશામાં ઘણુ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. રાજ્ય લગભગ 90 ટકા ગ્રામીણ પરિવારો પાઇપ દ્વારા પીવાલાયક પાણીના પૂરવઠાની પહોંચ ધરાવે છે. રાજ્ય ઓક્ટોબર 2022 સુધીમાં 100 ટકા પરિવારો સુધી નળ દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લાના ગામડાંઓને બે પ્રકારે સ્રોત ઉપલબ્ધ થાય તેવું આયોજન થઇ રહ્યું છે. સારા ચોમાસાના કારણે, આ વર્ષે ખુલ્લા કુવાઓમાં 8-18 ફુટ સુધી પાણીની સપાટીમાં વધારો થયો હોવાથી તેનો ઉપયોગ પીવાલાયક પાણીના પૂરવઠા માટે કરવામાં આવી રહ્યો છે. સુકા મહિનાઓ દરમિયાન, ગામડાઓ મહી પરેજ પ્રાદેશિક પાણી પૂરવઠા યોજનનાની મદદથી પાણી મેળવે છે. GWSSB દ્વારા ગ્રામ્ય સ્તર સુધી પાણીનો પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. આ જિલ્લામાં વરસાદી પાણીનો સંગ્રહ કરતા હોયત વા ગ્રામીણ પરિવારોની સંખ્યા પણ ઘણી વધારે છે.