1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોનાના વેક્સિનેશનમાં સમગ્ર દેશમાં ગુજરાત સૌથી આગળ છેઃ આરોગ્ય મંત્રી
કોરોનાના વેક્સિનેશનમાં સમગ્ર દેશમાં ગુજરાત સૌથી આગળ છેઃ આરોગ્ય મંત્રી

કોરોનાના વેક્સિનેશનમાં સમગ્ર દેશમાં ગુજરાત સૌથી આગળ છેઃ આરોગ્ય મંત્રી

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં કોરોનામાં સરકારની નિષ્ફળતાના મુદ્દે સરકારને ભીંસમાં લેવાની કોંગ્રેસે તક છોડી નહતી. દરમિયાન કોરોના રસીકરણ સંદર્ભે પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું કે, કોવિડ-19 રસીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં સૌથી આગળ છે જે ગૌરવની વાત છે.  કોવિડ-19થી રાજ્યના નાગરિકોને સુરક્ષિત કરવાના શુદ્ધ આશય સાથે તથા કોવિડની ત્રીજી વેવને અટકાવવા માટે રાજ્ય સરકાર 100 ટકા રસીકરણ ઉપર સવિશેષ ભાર મૂકી કોરોના રસીકરણમાં વંચિત રહી ગયેલા નાગરિકો માટે સ્પેશિયલ ડ્રાઇવ/સેશનનું આયોજન કરી રહી છે.

તેમણે જણાવ્યું કે, આરોગ્ય વિભાગ માત્ર દિવસ દરમિયાન જ નહીં પરંતુ વંચિતોને રસી આપવા માટે રાત્રી સેશનનું પણ આયોજન કરીને 100 ટકા રસીકરણના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા કામગીરી કરી રહી છે. તાજેતરમાં જખૌ બંદરે દરિયામાં જઈને 35થી વધુ નાગરિકોને રસીકરણ કર્યું હતું..

રાજ્યના આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એક પણ રસી નિયત તાપમાનને અભાવે બગડે નહીં તે માટે કોલ્ડ ચેઇન સ્ટોર, રેફ્રીજરેટર, આઈસ લાઈનર, ડીપ ફ્રીઝ અને કોલ્ડ બોક્સ સહિતની સુદ્રઢ વ્યવસ્થા રાજ્યભરમાં ઉપલબ્ધ છે. કોલ્ડ ચેઈન વેક્સિન લોજિસ્ટિકની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચત  કરવા તાલીમબદ્ધ વેક્સિન કોલ્ડ ચેઈન હેન્ડલરની એક્સપર્ટ ટીમ કાર્યરત છે. એટલું જ નહીં, આ વ્યવસ્થામાં કોઈ ખામી આવે તો તેના ત્વરિત સમારકામ માટે તથા તેની યોગ્ય જાળવણી માટે ટેકનિકલ એક્સપર્ટ ટીમોની પણ નિમણૂક કરી છે. સમગ્ર વ્યવસ્થાને પગલે રાજ્યમાં પ્રથમ અને બીજો ડોઝ  સાથે 81 ટકા કોવીડ રસીકરણની કામગીરી પૂર્ણ થઇ છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code