અમદાવાદઃ ગુજરાતમાં ફરીથી એકવાર કડકડતી ઠંડીમાં સપડાયું છે. સૂસવાટા મારતાં પવનના કારણે રાજ્યના અનેક શહેરોનો તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં 12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને તેનાથી નીચે પહોંચી ગયું છે. જ્યારે 1.4 ડિગ્રી સાથે નલિયા ફરી એકવાર થીજી ગયું છે. નલિયામાં ઠંડીએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જ્યારે ભુજ, ડીસા, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
અમદાવાદ સહિત ગુજરાતભરમાં બે દિવસથી પડતી કાતિલ ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. ઉત્તરાયણ પર્વ તેમજ રજાના માહોલ વચ્ચે જ ઠંડીમાં વધારો થતા સવારે પતંગોત્સવમાં પણ તેની અસર જોવા મળી હતી. રાજ્યોમાં ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાતા મોટા ભાગના શહેરોમાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન પહોંચ્યું હતું. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યમાં હજુ 19 તારીખ સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. નલિયામાં 4.4 ડીગ્રી સાથે વર્તમાન સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયામાં કોલ્ડવેવની સ્થિતિ છે, સૌરાષ્ટ્રભરમાં લોકો ઠંડીથી બચવા લોકો તાપણાં કરતાં નજરે પડ્યા હતા.
ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાતા ગુજરાતની ઠંડીમાં વધારો થયો છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. જેમાં 4.4 ડીગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. અમદાવાદમાં 10.3 ડીગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 7.7 ડીગ્રી તાપમાન સાથે ઠંડીમાં વધારો થતા લોકો ઠુંઠવાયા હતા. આ સાથે હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યમાં હજુ 19 જાન્યુઆરી સુધી એટલે કે ચાર દિવસ લોકોને ઠંડીના પ્રકોપનો સામનો કરવાનો રહેશે. વધતી ઠંડીના કારણે ખેડૂતોને પણ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે, જેમાં રાયડા, બટાકા સહિતના પાકમાં નુકશાન થવાની ભીતી ખેડૂતોને સેવાઈ રહી છે. આ હાડ થીજવતી ઠંડીથી ખેતરોમાં ઉભેલા પાકમાં પણ બરફના થરો જામેલા જોવા મળ્યા હતા.
રાજ્યમાં લઘુત્તમ તાપમાન જોઈ તો નલિયામાં સૌથી ઓછું 4.4 ડીગ્રી તાપમાન,અમદાવાદમાં 10.3 ડીગ્રી તાપમાન, ગાંધીનગરમાં 7.7 ડીગ્રી તાપમાન, વડોદરામાં 8.4 ડીગ્રી તાપમાન, ભૂજમાં 9.2 ડીગ્રી તાપમાન નોંધયુ હતુ.