- ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો
- લોકોની હજુ પણ જોવા મળી રહી છે બેદરકારી
- એક જ દિવસમાં 654 કેસ
અમદાવાદ: દેશના મોટા ભાગના રાજ્યોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્લીમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે તેવામાં ગુજરાત પણ આ રેસમાં ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે. વાત છે કે,ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસમાં કોરોનાની સ્થિતિ પીક પર જતી હોવાનો અનુભવ થઇ રહ્યો છે. કેસ વધારે છે પણ વેકસીનેશનને લીધે તીવ્રતા ઓછી છે. ગુજરાતમાં પોઝિટિવ રેટ ખૂબ ઓછો છે.
દેશમાં હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મિઝોરમ, ઓડિશા, આસામ અને ઝારખંડમાં સક્રિય કેસની સંખ્યા 1000ને વટાવી ગઈ છે જ્યાં કોરોનાનું વલણ ચિંતા પેદા કરી રહ્યું છે. સમગ્ર દેશમાં ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધીને 1,271 થઈ ગયા છે. એટલું જ નહીં, આ પ્રકારથી પીડિત પુણે અને રાજસ્થાનમાં એક-એક દર્દીના મૃત્યુના સમાચાર પણ છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર, કેરળ જેવા રાજ્યો સિવાય અન્ય વિસ્તારોમાં પણ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને ચૂંટણી રાજ્યોના સંદર્ભમાં વધુ સાવધ રહેવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે ઓછી જનસંખ્યા ધરાવતા દેશોમાં જો રોજના 3 લાખ અને 6 લાખ કેસ આવતા હોય તો દરેક લોકોએ વિચારવું જોઈએ કે 130 કરોડના દેશમાં લહેર આવે તો રોજના કેટલા કેસ આવી શકે..સરકાર દ્વારા આ બાબતે તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે પણ દેશને તથા તંત્રને કેટલાક લોકોની બેદરકારી ભારે પડી શકે છે.