1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વ્યક્તિ કેન્દ્રી નહીં, પણ પોલિસી ડ્રિવન સ્ટેટ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત વ્યક્તિ કેન્દ્રી નહીં, પણ પોલિસી ડ્રિવન સ્ટેટ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત વ્યક્તિ કેન્દ્રી નહીં, પણ પોલિસી ડ્રિવન સ્ટેટ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

0
Social Share

ગાંધીનગરઃ ‘ગુજરાત વ્યક્તિકેન્દ્રી નહીં, પણ પોલિસી ડ્રિવન રાજ્ય છે. ગુજરાતમાં વિવિધ પ્રકારની ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસી અમલી છે, તેના કારણે ગુજરાત ‘બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ’ બન્યું છે. રાજ્ય સરકારે ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્ષટાઇલ પાર્કસ-કલસ્ટરના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરા પાડયા છે’, એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે આયોજિત ‘વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઈલ’ વિષય પર પ્રિ-વાયબ્રન્ટ સમિટમાં સંબોધન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા તા.10 થી 12 જાન્યુઆરી, 2022  દરમિયાન યોજાનાર ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- 2022 ‘ ના ભાગરૂપે પ્રિ-વાયબ્રન્ટ સમિટના વિવિધ તબક્કાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ સંદર્ભે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે સુરતના ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે ‘વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઈલ’ વિષય પર પ્રિ-વાયબ્રન્ટ સમિટ યોજાઈ હતી.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ટેક્ષટાઈલ ઉદ્યોગ માનવીની ‘રોટી, કપડા અને મકાન’ની મૂળભૂત ત્રણ જરૂરિયાતોમાંથી એક જરૂરિયાત પૂરી કરવામાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે. ગુજરાતમાં ટેક્ષટાઈલ સહિતના ઉદ્યોગો માટે સાનુકુળ વાતાવરણ છે. ફાર્મ ટુ ફાયબર, ફાયબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન, ફેશન ટુ ફોરેન એમ ફાઇવ ‘F’ ની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ફોર્મ્યુલાથી ગુજરાતે કાપડ ઉદ્યોગમાં ઉલ્લેખનીય પ્રદાન કર્યુ છે. નવી ટેકનોલોજી, નવી પેટર્ન અને સ્કીલ અપગ્રેડેશનના સહારે રાજ્યનો કાપડ ઉદ્યોગ ગતિ પકડી રહ્યો છે, જેમાં સુરતનો ફાળો વિશેષ છે એવો મત તેમણે વ્યકત કર્યો હતો.

દેશના વસ્ત્રઉદ્યોગમાં ગુજરાતના યોગદાનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશનું કુલ 37 ટકા સૂતરનું ઉત્પાદન કરનારૂં ગુજરાત દેશના ટેક્ષટાઇલ ઊદ્યોગનું કેપિટલ છે. ભારતમાં વણાયેલા ફેબ્રિકસમાં ગુજરાતનો હિસ્સો 37 ટકા છે, મેનમેડ ફાઈબર અને મેનમેઇડ ફાઈબર ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યનું યુવાધન આઈ.ટી.આઈ.માં ટેક્ષ્ટાઇલનો અભ્યાસ કરી આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવે એ હેતુથી રાજ્યની ૨૫ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ટેક્ષટાઇલનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.

ભાજપના પ્રદેસ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરતના લોકોની મૌલિકતા, સાહસવૃત્તિના કારણે ટેક્ષટાઈલ ઉદ્યોગનો પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યો છે. ટુંક સમયમાં જમીન ફાઈનલ થવાથી ટેક્ષટાઈલ પાર્કનું નિર્માણ થાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. સરકાર સૌના હિતોના રક્ષણ માટે જાગૃત છે. રાજય સરકાર કાપડ ઉદ્યોગકારોની જી.એસ.ટી. અંગેની માંગણીને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત કરશે. બાંગ્લાદેશ સાથે આપણી સ્પર્ધા થઈ રહી છે. તેમણે કહ્યું કે, આપણી પાસે ઈન્ડસ્ટ્રીઝ, મેનપાવર બધુ છે જેથી વધુને વધુને રિસર્ચ કરીને ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝને કંઈ રીતે આગળ વધારી શકાય તે માટેના પ્રયાસો કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code