1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં હવે ગરમીમાં ક્રમશઃ ઘટાડોની શક્યતા, 15મી જુન આસપાસ મેઘરાજાની પધરામણી થશે
ગુજરાતમાં હવે ગરમીમાં ક્રમશઃ ઘટાડોની શક્યતા, 15મી જુન આસપાસ મેઘરાજાની પધરામણી થશે

ગુજરાતમાં હવે ગરમીમાં ક્રમશઃ ઘટાડોની શક્યતા, 15મી જુન આસપાસ મેઘરાજાની પધરામણી થશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. જોકે છેલ્લા બે દિવસથી તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે. પરંતુ લોકો હજુ પણ અસહ્ય ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. અને મેના અંત સુધીમાં ગરમીમાં ક્રમશઃ થોડો ઘટાડો થશે. જુનમાં ભેજનું પ્રમાણ વધવાને લીધે ઉકળાટ-બફોરો વધશે. અને જુન મધ્યમાં મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થશે. એવું હવામાનશાસ્ત્રાઓ કહી રહ્યા છે.

ચાલુ વર્ષે ઉનાળામાં ચામડી બાળી નાખે તેવી ગરમી એપ્રિલ મહિનાથી શરુ થઈ ગઈ છે અને મે મહિનામાં તો અસહ્ય ગરમીએ લોકોને આકૂળ-વ્યાકૂળ કરી દીધા હતા. લોકો મેઘરાજાની વહેલી પધરામણી થાય તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે દેશમાં ચોમાસું વહેલું આવવાની આગાહી સાથે ગુજરાતમાં પણ ચોમાસાનું વહેલું આગમન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે દેશમાં આંદામાન, કેરળ, તામિલનાડુમાં ચોમાસાના આગમનની તૈયારી છે. સાથે  ઉત્તર ભારતમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પાછલા વર્ષે મોડું ચોમાસું શરુ થયા બાદ છેક ડિસેમ્બર સુધી ટૂકડે-ટુકડે વરસાદ પડ્યો હતો. આ વર્ષે અગાઉ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ચોમાસું સામાન્ય રહેવાનું છે.

હવામાન વિભાગની આગાહી કરી છે કે એક મહિનામાં મેઘરાજાનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી શકે છે. આ વર્ષે ગુજરાતમાં 15 જૂન પહેલા ચોમાસાનું આગામન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સોમવારે દેશમાં નેઋત્યના ચોમાસાનું આગામન થઈ ચુક્યું છે, જેમાં બંગાળની ખાડીના કેટલાક રાજ્યોની સાથે આંદામાન નિકોબારનો પણ સમાવેશ થાય છે. આ સાથે નજીકના દિવસોમાં કેરળ, કર્ણાટકા સહિત દક્ષિણ પશ્ચિમના દરિયાઈ પટ્ટીવાળા રાજ્યોમાં નજીકના દિવસોમાં ચોમાસાની શરુઆત થઈ શકે છે.

હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આકરા ઉનાળાના કારણે ગુજરાતમાં એપ્રિલ મહિનાથી આવી રહેલા રેડ અને ઓરેન્જ એલર્ટની સાથે હીટવેવથી નજીકના ભવિષ્યમાં અંત આવી શકે છે. કેરળમાં 27મી મેથી 1 જૂન વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્ય ચોમાસાનો પ્રારંભ થવાની વકી છે. પાછલા વર્ષે ગુજરાતમાં સારો વરસાદ થતા ડેમો છલકાયા હતા અને ખેડૂતોને ફાયદો થયો હતો, પરંતુ પાછોતરા અને કમોસમી વરસાદના લીધે ખેડૂતોએ હાલાકી પણ વેઠવાનો વારો આવ્યો હતો. કમોસમી વરસાદની અસર ચાલુ વર્ષમાં કેરી પર વર્તાઈ રહી છે. પાછલા વર્ષે ગુજરાતમાં સરેરાશ 98.48 ટકા વરસાદ થયો હતો. આ વર્ષે પણ રાજ્યમાં ચોમાસું સામાન્ય રહેવાની વકી છે.
હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાના કહેવા મુજબ  ગુજરાતમાં મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમી યથાવત રહેશે, પરંતુ તેમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. જોકે, 18મી મે પછી ગુજરાતમાં ફરી એકવાર ગરમીનું જોર વધી શકે છે. કેરળમાં 26મી મેના રોજ ચોમાસાનું આગામન થવાની શક્યતા છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે તે પછી 15થી 20 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગામન થઈ શકે છે.

રાજ્યમાં પાછલા વર્ષે 98.48% વરસાદ થયો હતો, જે પહેલા 2020માં 136.85 ટકા, 2019માં 146.17 ટકા, 2018માં 76.73 ટકા અને વર્ષ 2017માં 112.18 ટકા વરસાદ રહ્યો હતો. ઈંચમાં જોઈએ તો વર્ષ 2017થી 2021માં સૌથી સારો 2019માં 46.95 ઈંચ વરસાદ થયો હતો, જ્યારે પાછલા વર્ષે 32.56 ઈંચ વરસાદ નોંધાયો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code