Site icon Revoi.in

ગુજરાત રોગપ્રતિકારક રસીકરણમાં અગ્રેસર: 2024 SDG રિપોર્ટ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ આરોગ્ય વિષયક સેવા – સુવિધાઓમાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. બાળકોને આપવામાં આવતી રોગ પ્રતિરોધક રસીકરણમાં પણ ગુજરાત રાજ્યમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તાજેતરમાં નિતી આયોગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ વર્ષ 2024ના SDG લક્ષ્યાંકોમાં આરોગ્ય વિષયક સેવા અને સુવિધાઓમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને આવ્યું છે. તેમાં પણ સંપૂર્ણ રસીકરણમાં ગુજરાત રાજયની ઉપલબ્ધિ 95.95% છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે અને ગત વર્ષનાં SDG 88% થી ખુબજ નોંધપાત્ર વધારો થયેલ છે.

રાજયમાં રસીકરણથી અટકાવી શકાય તેવા રોગો ખાસ કરીને ડીપ્થેરિયા, મેટેરનલ અને નીઓનેટલ ટીટેનસમાં રાજય સરકારનાં સઘન પ્રયાસોથી ખુબજ નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ છે. વધુમાં, સઘન માતા અને બાળ આરોગ્ય સેવાઓ અને સગર્ભા માતાઓના રસીકરણ અને સંસ્થાકિય પ્રસુતિ થી મેટરનલ અને નીયોનેટલ ટીટેનસના કેસોની નાબુદી WHO દ્વારા 2009માં પ્રમાણિત કરવામાં આવેલ હતી . તાજેતરમાં જુન 2024માં WHO દ્વારા ફરીથી પ્રમાણિત કરવામાં આવેલ છે, તે સંપૂર્ણ રસીકરણ કાર્યક્રમની સફળતા દર્શાવે છે. 

રાજયમાં સંપૂર્ણ રસીકરણનો વ્યાપ વધારવા માટે વર્ષ 2023માં ઈન્ટેસીફાઈડ મિશન ઈન્દ્રધનુષ 5.0 અંતર્ગત રસીકરણ બાકી રહી ગયેલ હોય કે કોઈ છુટી ગયેલ હોય તેવા બાળકોને ઝુંબેશરૂપે આવરી લેવામાં આવ્યા છે. અને કુલ 78,458 બાળકોનું રસીકરણ કરવામાં આવેલ છે. મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત અત્યારસુધીમાં કુલ 9,95,395 બાળકો અને 2,25,960 સગર્ભામાતાઓનું રસીકરણ કરવામાં આવેલ છે. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કોઈપણ બાળક જીવનરક્ષક રસીથી વંચિત ન રહી જાય તેવી રાજય સરકારની નેમ છે તે જોતા દર વર્ષે  શાળાઓ શરૂ થતા અને બાળવાટિકાઓમાં ડીપીટી બીજો બુસ્ટર અને TD(ટીટનસ અને ડીપ્થેરીયા) રસીકરણ અભિયાન યોજવામાં આવે છે. 

સ્થળાંતરિત કરેલ અને બાંધકામ સાઇટ પર કામ કરતાં મજૂરોનાં બાળકો અને સગર્ભા મહિલાઓને, શ્રમ વિભાગ સાથે સંકલન કરી તેમના દ્વારા ચલાવવામાં આવતા ધન્વંતરિ રથ દ્વારા રસીકરણની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ટીકા એક્સપ્રેસ અને મોબાઈલ મમતા દિવસ જેવી નવીન પહેલ દ્વારા ખાસ કરીને વાડી વિસ્તારો અને દૂર અંતરિયાળ જગ્યાઓએ વસેલા આદિવાસી લોકો માટે રસીકરણની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

– #GujaratLeadsInImmunization
– #SDGReport2024
– #ImmunizationCoverage
– #GujaratHealthcare
– #VaccinationDrive
– #HealthForAll
– #SDG3
– #GlobalHealth
– #ImmunizationMatters
– #GujaratSuccessStory
– #HealthcareInGujarat
– #VaccineCoverage
– #GujaratRanksFirst

– #HealthcareNews
– #ImmunizationNews
– #SDGs
– #SustainableDevelopment
– #GlobalHealthcare
– #HealthcareIndia
– #ImmunizationIndia
– #VaccineForAll
– #HealthForAll