Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાઃ વર્ષોથી સત્તા દૂર કોંગ્રેસે સરકાર બનાવવા માટે એક્શન પ્લાન ઘડ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠક ઉપર ભાજપના વિજયનો વિશ્વાસ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વ્યક્ત કર્યો હતો. દરમિયાન કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં 125 બેઠકો ઉપર વિજય મેળવીને સત્તા હાંસલ કરવાનો કોંગ્રેસે દાવો કર્યો છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્યમાં અમે ચૂંટણીની તૈયારીઓ અંગે સુરતથી શરૂઆત કરી છે. તેમજ ગત વિધાનસભા ચૂંટણીમાં અમે માત્ર નવ બેઠકોથી સત્તા ગુમાવી હતી. તેમજ 18 બેઠકો એવી હતી જે અમે માત્ર 3000 થી પણ ઓછા વોટના માર્જિનથી હાર્યા હતા. તેથી હાલ અમે આ બધી બેઠકો પર અલગ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે. 16 થી 17 બેઠકો એવી છે 3000 થી 7000 મત સાથે અમે ઇલેક્શન જીત્યા છે. તેમજ અને એવી 50 બેઠકો પર ધ્યાન કેન્દ્રીય કર્યું છે. જે અમે છેલ્લા 35 થી 40 વર્ષથી જીત્યા નથી. તેની પર ધ્યાન કેન્દ્રીત કરીને કયા જાતિગત અને સામાજિક સમીકરણ સાથે આ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવા અને કેટલા વહેલા ઉમેદવાર જાહેર કરી શકાય તેની પર પક કામ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત કોંગ્રેસમાં પાટીદાર નેતા નરેશ પટેલ અને અલ્પેશ કથીરીયાની એન્ટ્રી ચાલતી અટકળો અંગે તેમણે જણાવ્યું હતું કે આ પ્રક્રિયા છે અને ચાલતી રહેશે. કોઇ જોડાય તો અમારી તાકતમાં વધારો થશે પરંતુ ના જોડાય તો પણ કોંગ્રેસ પક્ષ તેના બળ સંગઠન શકિત પર આગવી રણનીતિ સાથે વધુમાં વધુ બેઠક જીતવા માટે સક્ષમ છે. તેમજ કોઇ પણ વ્યક્તિ પક્ષમાં જોડાશે તો ચોક્કસ પણે તેમનું સ્વાગત કરવામાં આવશે.