Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર નિયત કરેલા સમયે પૂર્ણ થશેઃ CM રૂપાણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ હજુ કોરોનાના કેસમાં વધારો થવાની શકયતા વ્યક્ત કરી હતી. જો કે, ગુજરાતમાં મૃત્યુઆંક નીચો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમજ વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં 70 હજારથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. તેમજ નિયત કરેલા સમયે જ પૂર્ણ થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, કોરોનાની સાયકલ મુજબ કેસ વધે છે અને પછી તેમાં ઘટાડો જોવા મળે છે. જો કે, હજુ કેસમાં વધારો થઈ શકે છે. હજુ સુધી મૃત્યાંક કંટ્રોલમાં છે. ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટની નીતિ આધારે કામગીરી થઈ રહી છે. 104 હેલ્પલાઇનની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ એમ 4 મહાનગરપાલિકામાં કેસ વધુ છે. 4 મનપાઓમાં સરકારનું ફોક્સ છે. સમગ્ર દેશમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતમાં 70 ટકા બેડ ખાલી છે

વિધાનસભા ગૃહ ટુંકાવવાની વિપક્ષની માંગને લઈને CM રૂપાણીએ જણાવ્યું હતું કે, વિધાનસભા સત્ર નહી ટૂંકાવાય અને 8 જેટલા વિધેયક પસાર કરવામાં આવશે. તમામ વિધયક પસાર કરીને નિયત કરેલા સમયે સત્ર પૂર્ણ થશે.