- ટેટ-1ની પરીક્ષામાં 6341 ઉમેજવારો થયા હતા પાસ
- ટેટ-1 પાસ થનારા માત્ર 51ને અપાઈ નિમણુંક
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા કોરોના, અભ્યાસ અને બેરોજગારી મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસો કર્યાં હતા. દરમિયાન ટેટની પરીક્ષા પાસ થનારા ઉમેદવારોને નોકરી આપવાની કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ટેટની પરીક્ષા ઉતીર્ણ થયેલા ઉમેદવારો માટે પાંચ વર્ષની મર્યાં છે. આ મર્યાદા રદ કરવી જોઈએ, કેન્દ્ર સરકારે પણ સમયમર્યાદા રદ કરી છે. વર્ષ ટેટ-1ની પરીક્ષામાં 6341 ઉમેદવારો ઉતીર્ણ થયાં હતા. જે પૈકી 51 લોકોની નિમણુંક કરવામાં આવી હતી. આવી જ રીતે ટેટ-2માં 50 હજારથી વધારે ઉમેદવારો પૈકી 3335ની નિમણુંક કરવામાં આવી છે. જેથી રાજ્ય સરકારે ટેટની પરીક્ષા પાસની મર્યાદા દૂર કરવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં ગઈકાલથી બે દિવસના ચોમાસા સત્રનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે કોંગ્રેસે મુંદ્રામાંથી પકડાયેલા ડ્રગ્સ મુદ્દે રાજ્યની ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યાં હતા. દરમિયાન આજે કોંગ્રેસે કોરોના અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો કર્યો હતો.