Site icon Revoi.in

ગુજરાતઃ પ્રદુષણ અટકાવવા માટે એસટી નિગમ ઇ-બસની સાથે LNG બસ દોડાવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાત સ્‍ટેટ રોડ ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશન (એસટી નિગમ)એક પાયલોટ પ્રોજેકટ હેઠળ ડિઝલ બસોને  એલએનજીમાં ટ્રાન્સફર કરવાની વિચારી રહી છે. તેમજ ત્રણેય બસ પણ એલએનજીમાં ફેરવવા માટે ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ગેઈલ)ને આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદુષણને અટકાવવા માટે એસટી નિગમ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યાં છે. અત્યાર સુધી અનેક બસોને સીએનજીમાં ફેરવવામાં આવી છે તેમજ ઈ-બસ વસાવવાની વિચારણા ચાલી રહી છે. જો કે, સીએનજીનો અનુભવ યોગ્ય નહીં રહ્યો હોવાથી તથા ઈ-બસ રૂ. 1.25 કરોડમાં પડતી હોવાથી તંત્ર દ્વારા ડીઝલ બસને જ એલએનજીમાં ફેરવવાની વિચારણા ચાલી રહી છે. એસટીની ડિઝલ બસ રૂ. 28 લાખમાં મળે છે. તેમજ તેને એલએજીમાં ટ્રાન્સફર કરવાનો ખર્ચ લગભગ 12 લાખ જેટલો ખર્ચ થાય છે. આમ એલએજી બસ ઈ-બસ કરતા કિંમતમાં ઓછી હોવાથી એસટી નિગમ દ્વારા ડિઝલ બસને એલએજીમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. જીએસઆરટીસી લગભગ 5 લાખ લીટર ડિઝલનો વપરાશ કરે છે. જ્યારે એલએનજીથી પ્રદુષણ પણ ઓછુ ફેલાય છે. એસટી નિગમ દ્વારા અમદાવાદ-વડોદરા વચ્ચે બે ઈ-બસ સેવા શરૂ કરી છે અને આગામી દિવસોમાં વધુ 50 બસ દોડાવવાનું આયોજન છે.

જીએસઆરટીસીના વાઇસ ચેરમેન અને એમડી એમએ ગાંધીએ કહ્યું ‘અમે ગેઇલને ત્રણ બસો ફેરફાર માટે આપી છે. ફેરફાર પછી તે ફીટનેસ સર્ટીફીકેટ મેળવશે. એક બસમાં ફેરફાર કરવાની કિંમત 12 લાખ રૂપિયા જેવી થાય છે. જાહેર ટ્રાન્‍સપોર્ટ તરીકે કલીન ફયુલ બાબતે અમારે વિચારવું જોઇએ અને સાથે જ અમારે તે ખર્ચાળ ના હોય તે પણ જોવું પડે.’ ગેઇલ અમને એલએનજી ડીઝલના જથ્‍થાબંધ ભાવથી 10 રૂપિયા ઓછા ભાવે આપશે. અમારૂ માનવું છે કે ડીઝલ અને એલએનજીના ઇંધણ ખર્ચમાં બહુ ફરક નહીં પડે પણ એલએનજી મોડેલ કોસ્‍ટ ઇફેકટીવ અને એન્‍વાયર્નમેન્‍ટ ફ્રેન્‍ડલી રહેશે તો અમે ગેઇલ સાથે એમઓયુ સાઇન કરીશું.