Site icon Revoi.in

ગુજરાત LSA, DoTની સ્ટીયરિંગ કમિટીએ ગાંધીનગરમાં 5G નું ટ્રાયલ કર્યું

Social Share

ગાંધીનગર :ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), ગુજરાતમાં 27.05.2021ના ​​રોજ 5G પરીક્ષણ માટે,જેમને લાઇસન્સ અને સ્પેક્ટ્રમ ફાળવવામાં આવ્યા જેમાં વોડાફોન આઈડિયા લિમિટેડ ગાંધીનગરમાં (શહેરી માટે), માણસા (અર્ધ શહેરી માટે) અને ઉનાવા,(ગ્રામીણ) નોકિયા સાથે સાધનોના સપ્લાયર તરીકે તેમજ જામનગરમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ (અર્ધ શહેરી/ગ્રામીણ) સેમસંગ સાથે સાધનોના સપ્લાયર તરીકે સામેલ છે.

5G માટે ગુજરાત LSA, DoTની સ્ટીયરિંગ કમિટી કે જેમાં  સુમિત મિશ્રા ડિરેક્ટર, વિકાસ દધીચ ડિરેક્ટર અને સૂર્યશ ગૌતમ મદદનીશ વિભાગીય ઈજનેરનો સમાવેશ થાય છે, તેમણે ગઈકાલના ​​રોજ, વોડાફોન આઈડિયા લિમિટેડ અને નોકિયાની તકનીકી ટીમ સાથે ગાંધીનગર ખાતે પરીક્ષણ સ્થળોની મુલાકાત લીધી.

ટીમે ગાંધીનગરની મહાત્મા મંદિર 5G સાઇટ પર ડેટા સ્પીડ તપાસી હતી, જે લગભગ 1.5 Gbps – 4G કરતાં લગભગ 100 ગણી ઝડપી હોવાનું જણાયું હતું. સ્પીડ ટેસ્ટ નોન-સ્ટેન્ડઅલોન 5G મોડ પર કરવામાં આવ્યો હતો.

સાઇટ પર ગુજરાત LSA, DoT ટીમ દ્વારા નીચેના ચાર ઉપયોગના કેસોનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું:-

1. 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી કન્ટેન્ટ પ્લેબેક – વપરાશકર્તા 5G પર સર્વર પ્રદાન કરતી સામગ્રી સાથે જોડાય છે અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં સ્થાનનો અનુભવ કરે છે, જાણે કે તે પ્રત્યક્ષ રીતે ત્યાં હોય.

2. વર્ચ્યુઅલ રિયાલિટી કનેક્ટેડ ક્લાસરૂમ – 5G નેટવર્ક દ્વારા 360° લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા વિદ્યાર્થીઓ સુધી રિમોટલી પહોંચવા માટે શિક્ષકને સુવિધા આપે છે. વિદ્યાર્થીને ખાનગી પાઠની અનુભૂતિ થાય છે, જ્યાં તે શિક્ષક સાથે વૉઇસ ચેટ અથવા કસરત દ્વારા વાર્તાલાપ કરી શકે છે.

3. 5G ઇમર્સિવ ગેમિંગ – ગેમર્સની હિલચાલ ઓનલાઈન કેપ્ચર કરવામાં આવે છે અને 5G નેટવર્ક મારફતે ગેમિંગ પ્લેટફોર્મ પર મોકલવામાં આવે છે જ્યાં તેને પ્રી-રેકોર્ડેડ ગેમિંગ વીડિયોમાં મર્જ કરવામાં આવે છે.

4. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આસિસ્ટેડ 360 ડિગ્રી કેમેરા – 360-ડિગ્રી કેમેરામાંથી રીઅલ ટાઇમ વિડિયો સ્ટ્રીમ 5G નેટવર્ક દ્વારા અપલોડ કરવામાં આવે છે; એન્ડ યુઝર્સ વાસ્તવિક 360 અનુભવ મેળવે છે અને વધારાની આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ સાથે, તે લોકો, બેગ, બોટલ, લેપટોપ વગેરે જેવી વસ્તુઓ પણ શોધી શકે છે.