Site icon Revoi.in

ગુજરાત: રૂપાણી સરકારની મોટી કાર્યવાહી, જીએસટીમાં કૌંભાડને લઈને 36 અધિકારીઓના ટ્રાન્સફર

Social Share

ગાંધીનગર: ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વાર દેશભરમાં રેડ કરવામાં આવી રહી છે. અવાર નવાર આ બાબતેના સમાચાર સામે આવતા હોય છે ત્યારે ગુજરાતમાં પણ રૂપાણીની સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. ગુજરાતમાં ટેક્સચોરી અને તેમાં મદદ કરી રહેલા અધિકારીઓ સામે હવે સરકારે બાંયો ચડાવી છે.

રાજ્ય સરકાર દ્વારા તે લોકો પર લાલ આંખો કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ટેક્સ ચોરીને જલસા કરી રહેલી કંપનીઓ તથા આવી કંપનીઓને છાવરતા અમુક અધિકારીઓ વિશે ચર્ચા જોરમાં હતી ત્યારે આજે એક ઝાટકે સરકારે મોટા પાયે અધિકારીઓની બદલીઓ કરવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યની ઘણી બધી કંપનીઓ GSTમાં કરચોરી કરીને કૌભાંડ આચરતી હોવાનું GST વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. એક અંદાજ મુજબ આખા રાજ્યમાં એક હજાર કરોડથી વધારે રૂપિયાની કરચોરીનું કૌભાંડ GSTમાં કરવામાં આવ્યું છે ત્યારે સરકાર હવે એક્શનમાં આવતા તપાસમાં ખલેલ ન પહોંચે તે માટે એક સાથે 36 અધિકારીઓની બદલી કરવાના આદેશ આપ્યા છે.

ટેક્સ અધિકારીઓએ 1000 કરોડનાં બોગસ બિલિંગ કૌભાંડ મામલે વધુ કંપનીઓનાં નામ શોધી કાઢ્યા છે અને ભાવનગરમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ GST વિભાગે આખું કૌભાંડ ઝડપી પાડ્યું છે અને તે હેઠળ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.