ગાંધીનગર: અંગનું દાન કરવું તે કોઈ સામાન્ય વાત નથી, અને લોકોના મુખેથી તે પણ સાંભળ્યું જ હશે કે અંગદાન તે મહાદાન છે તેનાથી મોટું કોઈ દાન નથી. આવામાં ગુજરાતમાં અંગદાન કરનારા લોકોની સંખ્યા વધી રહી છે અને સૌથી મોટી વાત એ છે કે મોટી સંખ્યામાં લોકોના જીવ એટલા માટે બચી ગયા છે કારણ કે તેમને અંગદાન કરનારા સમય પર મળી રહ્યા.
અંગદાન એ મહાદાન અંતર્ગત ઇન્ડીયન મેડિકલ એસોસિએશન દ્વારા અંગદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, ભારતીય ક્રિકેટર જસપ્રીત ભુમરાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. મેડિકલ એસોસિએશન દ્વારા જે પણ પરિવારે અંગદાન કર્યા છે તેવા પરિવારના સભ્યોને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષે રાજ્યમાં 670 જેટલા જીવતા લોકોએ અંગદાન કર્યું હતું. જ્યારે 603 જેટલા લોકોએ મૃત્યુ બાદ અંગદાન કર્યું છે. આમ રાજ્યમાં કુલ 817 જેટલા લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે આ અંગદાન કરેલા પરિવારનું ઋણ ક્યારે ચૂકવી શકાય નહીં. અંગદાનની લોકોમાં સમજ આવે ખૂબ જ જરૂરી છે.
વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ સ્થળને પણ ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે ના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે શિક્ષણ સાથે આરોગ્ય પણ વિશ્વ કક્ષાના ડોક્ટર તૈયાર થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી કરીને વિશ્વના દર્દીઓ પણ ગુજરાતમાં સારવાર માટે આવે તેવા ડોક્ટરો તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા જેવા શહેરના દર્દીઓને છેક અમદાવાદ સુધી લંબાવવું ન પડે તે માટે સારી હોસ્પિટલ અને ડોક્ટરો પણ તેમના શહેરમાં મળી રહે તેવા પ્રાયોસો સરકાર દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે.