ગુજરાતઃ નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોમાં મહત્તમ 400 વ્યકિતઓએ ભેગા થઈ શકશે
અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. તમામ લોકો દિવાળીની ખરીદીને લઈને વ્યસ્ત બન્યાં છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો ના થાય તે માટે ચિંતિત સરકારે કેટલાક નિયમોને આધારે દિવાળીના તહેવારો અને નવા વર્ષની ઉજવણીની મંજૂરી આપી છે. સરકારે દિવાળીના તહેવારને લઈ ગાઈડલાઈનો જાહેર કરી છે. તમજ અમદાવાદ સહિતના 8 મહાનગરમાં રાત્રિ કરફ્યુના સમયમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રાતના 1થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરકારે સિનેમાંગૃહોમાં 100% ક્ષમતાની પરમિશન આપી દીધી છે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે જાહેરમાં મહત્તમ ૪૦૦ વ્યકિતઓની મર્યાદામાં છઠ્ઠ પૂજાના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી શકાશે. સ્પા સેન્ટરો ઉપર નિયત કોરોના ગાઇડલાઇનના ચુસ્તપણે પાલન સાથે સવારના 9 થી રાત્રિના 9 કલાક સુધી ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરોના કર્મચારીઓએ કોરોના રસીનો ડોઝ ફરજિયાત લીધો હોવો જોઈએ. આ ઉપરાંત રાત્રિના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકળા ફોડી શકાશે. બેસતાવર્ષના દિવસે રાતના 11.55થી 12.30 કલાક સુધી ફટાકડા ફેડી શકાશે. આ ઉપરાંત ઓનલાઈન ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. વિદેશી ફટાકડાની યાત, વેચાણ અને સંગ્રહ ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. જનતા જાહેર સ્થળો ઉપર ફટાકડા ફોડી શકશે નહીં, એટલું જ નહીં ઓછુ પ્રદુષણ ફેલાવે તેવા ફડાકટા ફોડી શકાશે.
(Photo-File)