Site icon Revoi.in

સિંગલ ફ્લાઈઓવર ઉપરથી પસાર થશે મેટ્રો, એક જ સમયે ત્રણેય રસ્તાઓ રહેશે ખુલ્લા – આજથી દિલ્હીમાં ડબલ ડેકર મેટ્રોના કાર્યનો આરંભ

Social Share

દિલ્હી – આપણા દેશમાં ટેકલોલોજી ક્ષેત્રે અનેક સારા કાર્યો પાર પાડવામાં આવી રહ્યા છએ, જેમાં દેશની રાજધાની દિલ્હીને અનેક સુવિધાથી સજ્જ બનાવવાના કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે, જે હેઠળ દિલ્હી મેટ્રોના પ્રથમ ડબલ ડેકનું  કાર્ય આજથી શરૂ કરવામાં આવી ચૂક્યું છે. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે, જમીનની ઉપરના એક જ આધારસ્તંભ પર ફ્લાયઓવર હશ જેની ઉપરથી આ મેટ્રો પસાર થશે.

મહરૌલી-બદપરપુર માર્ગ પર સાકેત-આંબેડકર નગર અને મૌજપુર-મજલિસ પાર્ક વચ્ચેના ડબલ ડેકનું નિર્માણ શરૂ થયું છે. નિર્માણના કાર્ય પૂર્ણ થવા સાથે, નિર્ધારિત અંતરની વચ્ચે, વિવિધ પરિવહનના માધ્યમથી મુસાફરોને ત્રણ વખત મુકામ સુધી પહોંચવા માટેના ઘણા વિકલ્પો હશે. ડબલ ડેકની વિશેષતા એ છે કે મેટ્રો પર અવિરત હિલચાલ તેમજ સિગ્નલ ફ્રી લેન હશે.

ડબલ ડેકનું નિર્માણ  કાર્ય પૂર્ણ થતાં, મેટ્રો, કાર, બસો સહિતના તમામ નાના-મોટા વાહનો એક સાથે ત્રણ જુદા જુદા સ્તરે પસાર થઈ શકશે. લોકોને વાહન વ્યવહારના ટ્રાફિકમાંથી રાહત મળશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન ના મેનેજિંગ જિરેક્ટરના જણાવ્યા પ્રમાણે સાકેત જી બ્લોક  આંબેડકર નગર ઉપરાંત  મૌજપુર-મજલિસ પાર્ક કોરિડોર ઉપર ભજનપુરા-યમુના વિહાર વચ્ચે 1.4 કિ.મી.ના ત્રિજ્યામાં ડબલ ડેક પર થાંભલા મૂકવાનું કામ ચાલી રહ્યું છે.

આ મેટ્રો નિર્માણ પામતા થશે આટલા ફાયદાઓ