Site icon Revoi.in

ગુજરાતઃ નાયબ મામલતદારની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી

Social Share

નવી દિલ્હીઃ આજરોજ ગુજરાતમાં ભારે મેઘ મહેર થવાથી શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત ગઈકાલે સાંજના સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતમાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વરસાદ માટે જરૂરી પગલા લેવામાં આવ્યા હતાં. બેઠકમાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણયો  તૈયાર કારાયા હતાં. જોકે હવામાન વિભાગે 26 ઓગસ્ટથી લઈ 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. 

તેના અંતર્ગત આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા લેવામાં આવતી DYSO ની પરીક્ષા જે 28 ઓગસ્ટથી શરૂ થવાની હતી તેને મોકૂફ કરવામાં આવી છે. GPSC દ્વારા લેવામાં આવતી નાયમ મામલતદાર (DYSO) ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 28 ઓગસ્ટથી પરીક્ષા શરૂ થવાની હતી. રાજ્યભરમાં ભારે વરસાદ ચાલતો હોવાથી અને આગાહીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  વિધાર્થીઓને ભારે વરસાદના કારણે મુસાફરીમાં મુશ્કેલી ન પડે, તે માટે આ નિર્ણય લેવામાં  આવ્યો છે.  

તેમજ મોકૂફ રાખેલ પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં વેબસાઇટ પર તારીખ જાહેર કરવામાં આવશે. આ સાથે રાજ્યમાં અતિ ભારે વરસાદના કારણે વધુ એક પરીક્ષાને રદ કરવામાં આવી છે. ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લામાં 27 ઓગસ્ટે યોજાનારી ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

 

#NayabMamlatdarExam #GujaratExams #ExamPostponed #GujaratNews #ExamUpdates #GujaratGovernment #NayabMamlatdar2024 #StudentAlert #GujaratExamPostponed #ExamDelay