ગુજરાતઃ કસ્તુરબા ગાંધીની જન્મજયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
અમદાવાદઃ પૂજ્ય કસ્તુરબા ગાંધીની આજે ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ ડી. એમ.પટેલ દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સંયુક્ત સચિવ રીટા મહેતા સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ પૂજ્ય કસ્તુરબાના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.
પૂજ્ય મહાત્મા ગાંધીજીના ધર્મ પત્ની પૂજય કસ્તુરબા ગાંધીનો જન્મ તા.11 એપ્રિલ 1869ના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર ખાતે થયો હતો. કસ્તુરબા નિરક્ષર હોવા છતાં ગજબની કોઠાસૂઝ ધરાવતા હતા. ગાંધીજી સાથે લગ્ન થયા બાદ વર્ષ 1869 માં તેઓ ગાંધીજી સાથે આફ્રિકા ગયા, ત્યાં અન્યાયના કાયદા સામે લડત આપી જેલવાસ ભોગવ્યો. ગાંધીજીના જીવનમાં બદલાવ આવતા સંપૂર્ણ ધૈર્યથી જીવનભર તેમનો સાથ આદર્શ સહધર્મચારિણી માફક નિભાવ્યો હતો. તા 22 ફેબ્રુઆરી 1944 ના રોજ પુનામાં જેલવાસ દરમિયાન ગાંધીજીના સાંનિધ્યમાં તેમનું નિધન થયું હતું.