- પાંચ શહેરોમાં 100 ટકા રસીકરણનો દાવો
- રાજ્યમાં 4.50 કરોડ લોકોએ રસીનો પ્રથમ ડોઝ અપાયો
- 71 કરોડ લોકોને રસીના બંને ડોઝ અપાયાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અમદાવાદમાં મતદાર યાદી અનુસાર 100 ટકા રસીકરણ થયાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ, સુરત અને રાજકોટ શહેરમાં 18 વર્ષથી વધુની ઉંમરના 100 ટકા લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં ગુજરાતમાં 18500થી ગામ પૈકી 16109 ગામમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના પોઝિટિવ કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રસીકરણ તેજ બનાવવામાં આવ્યું છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા 100 ટકા રસીકરણનો અંદાજ રાખવામાં આવ્યો છે. દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 18 વર્ષથી વધુની ઉંમરના 4.50 કરોડ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 2.71 કરોડ લોકોને કોરોનાની રસીના બંને ડોઝ આપી દેવામાં આવે છે. સરકાર દ્વારા રસીકરણ તેજ બનાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે રસીનું ટ્રાયલ કરવામાં આવી રહી છે.