Site icon Revoi.in

ગુજરાતઃ મૂડી-વ્યાજ સહાય સબસીડી સ્કીમ હેઠળ ઉદ્યોગ સાહસિકોને રૂ. 6300 કરોડથી વધુની સહાય

Social Share

અમદાવાદઃ મલ્ટીનેશનલ કંપની માઈક્રોન ટેકનોલોજીએ ગુજરાતમાં રોકાણ માટે સમજૂતિ કરાર કર્યા છે. આ કંપની સેમિકંડક્ટર ચીપના નિર્માણક્ષેત્રે અમેરિકાની અગ્રગણ્ય કંપની છે. ગુજરાત રોકાણકારો અને ઉદ્યાગકારો માટે પસંદગીનું પ્રથમ સ્થળ છે. આ શક્ય બન્યું છે ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓના કારણે. ગુજરાતમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રમાં (MSME) છેલ્લા પાંચ વર્ષમાં આપવામાં આવેલી સહાય તેનો પુરાવો છે. આ ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અપાતી આસિસ્ટન્ટ ફોર કેપિટલ એન્ડ ઈન્ટરેસ્ટ (મૂડી અને વ્યાજ સહાય)સબસીડીમાં છેલ્લા પાંચ વર્ષમાં રૂ.6,310 કરોડથી વધુ રકમની ચૂકવણી કરવામાં આવી છે. કોરોના કાળના કપરા સમયમાં એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના 1.05 લાખથી વધુ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને ગુજરાત સરકારે આર્થિકે ટેકો પૂરો પાડ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, આ સહાય સબસીડી યોજનાનો સૌથી વધુ લાભ સુરત, રાજકોટ, અમદાવાદ અને મોરબીના ઉદ્યોગ સાહસિકોએ મેળવ્યો છે. અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અર્થતંત્રની કરોડરજજુ સમાન – સૂક્ષ્મ, લધુ અને મઘ્યમ ઉધોગો માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે. એ જાણીતી બાબત છે કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રનું રોજગાર-સર્જનમાં પણ મહત્વનું પ્રદાન છે. આ ક્ષેત્ર માટેની યોજનાઓ પૈકીની એક યોજના એટલે – આસિસ્ટન્ટ ફોર કેપિટલ એન્ડ ઈન્ટરેસ્ટ સબસીડી યોજના. એમ કહી શકાય કે કોરોના કાળ પછી રાજ્યના ઉદ્યોગ સાહસિકો  માટે આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

ગુજરાતમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે વર્ષ 2018-19માં  21,495 લાભાર્થીઓને રૂ. 753.11 કરોડની રકમ ચૂકવાઈ હતી, જેમાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. વર્ષ 2022-23માં લાભાર્થીઓની સંખ્યા વધીને આજે 22,493 એ પહોંચી છે અને આ લાભાર્થીઓને ચૂકવાયેલી સહાયની રકમનો આંક રૂ. 1,211 ૫૨ કરોડે પહોંચ્યો છે. શહેરની દ્રષ્ટીએ જોઈએ તો સુરત, રાજકોટ, અમદાવાદ અને મોરબી આ યોજનાનો લાભ મેળવવામાં મોખરે રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં સુરતના 45,633 લાભાર્થીઓને રૂ. 2,270.13 કરોડ, રાજકોટના 16,336 લાભાર્થીઓને 858.6 કરોડની રકમ વ્યાજ સહાય તરીકે ચૂકવાઈ. તો અમદાવાદના 16,712 લાભાર્થીઓને વ્યાજ સહાય તરીકે 773.94 કરોડની ચૂકવણી થઈ જ્યારે મોરબીના 4,159 લાભાર્થીઓને રૂ. 549.96 કરોડની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે.

આમ, ગુજરાતના અર્થતંત્રમાં વાઇબ્રન્ટ ભૂમિકા ભજવતા MSMEક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં MSMEક્ષેત્રમં એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ, કેમિકલ પ્રોડક્ટ્સ, પ્લાસ્ટિક, ફૂડ પ્રોસેસિંગ, સિરામિક, ફાર્માસ્યુટિકલ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જેની રોજગાર-સર્જનમાં વિશેષ ભૂમિકા છે.

(PHOTO-FILE)