- કોસ્ટગાર્ડની ટીમ ઝડપી પાડી બોટ
- શંકાસ્પદ બોટને ઓખા લઈ જવામાં આવી
- કોસ્ટગાર્ડ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો
અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને જળ સીમા સાથે જોડાયેલો છે. દરમિયાન ભારતીય જળસીમામાં અવાર-નવાર પાકિસ્તાન મરીન એજન્સીઓની ચાંચિયાગીરીના બનાવો અવાર-નવાર સામે આવે છે. તેમજ ભારતીય માછીમારોનું અપહરણ કરવાની ઘટનાઓ સામે આવે છે. દરમિયાન પોરબંદરના દરિયામાંથી એક શંકાસ્પદ બોટ ઝડપાઈ હોવાનું જાણવા મળે છે. આ બોટ પાકિસ્તાની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓખા કોસ્ટગાર્ડની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી દરમિયાન પારબંદરના દરિયામાંથી એક શંકાસ્પદ હાલતમાં બોટ મળી હતી. પ્રાથમિક તપાસમાં પાકિસ્તાની હોવાનું સામે આવ્યું હતું. જેથી કોસ્ટગાર્ડની ટીમ બોટ અને બોટમાં સવાર શખ્સોને ઓખા લઈ જવાની કવાયત શરુ કરવામાં આવશે. બોટમાં સવાર વ્યક્તિઓની અંગે તપાસ શરુ કરવામાં આવી છે.બોટ ક્યાં સંજોગોમાં ભારતીય જળસીમામાં આવી હતી તે અંગે પણ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.
ભારતીય જળસીમામાં અવાર-નવાર પાકિસ્તાનની સિક્યુરિટી એજન્સી અંદર પ્રવેશીને માછીમારી કરતા ભારતીય માછીમારોનું અપહરણ કરવાની સાથે તેમની બોટ જપ્ત કરીને પાકિસ્તાન લઈ જવામાં આવે છે. દરમિયાન તાજેતરમાં જ પાકિસ્તાન દ્વારા કેટલાક ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મુદ્રા જુના બંદર પર એક બોટમાં આગ લાગવાની ગઈકાલે ઘટના બની હતી. ઓલ્ડ પોર્ટ પર એક જહાજમાં ચોખાનું લોન્ડિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આ ઘટના બની હતી.
(PHOTO-FILE)