Site icon Revoi.in

ગુજરાત પંચાયત જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા મોકૂફ,17 લાખ ઉમેદવારો આજે પરીક્ષા આપવાના હતા

Social Share

ગાંધીનગર:ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે, 29 જાન્યુઆરી, 2023 ના રોજ લેવાનારી જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા રદ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ પરીક્ષાનું પેપર લીક થયા બાદ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પંચાયત જુનિયર ક્લાર્કની 3350 જગ્યાઓની ભરતી માટે આજે 29 જાન્યુઆરી, 2023 ના રોજ યોજાનારી પરીક્ષા 17 લાખ ઉમેદવારો આપવાના હતા. સવારે 11 વાગ્યાથી પરીક્ષા યોજાવાની હતી તે પહેલા જ પેપર લીક થયાની જાણ થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ પોલીસે મોડી રાત્રે પેપર સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.જે બાદ સરકાર દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી હતી.પરીક્ષા ફરી ક્યારે લેવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) એ જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ માંગી હતી.ગુજરાત જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવાર માન્ય બોર્ડમાંથી 12મું અથવા તેની સમકક્ષ પાસ હોવું આવશ્યક છે.આ જગ્યાઓ પર પસંદગી લેખિત પરીક્ષાના આધારે થવાની છે.